SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ અમેરિકામાં જઈ જૈન વિષયક જ્ઞાનને પ્રચાર કરવા માટે જાણીતા થયેલા સ્વર્ગસ્થ વીચંદ રાઘવજી ગાંધીએ ચિકાગો શહેરમાં એક વ્યાખ્યાન આપ્યું હતું. આ વ્યાખ્યાનમાં તેઓએ પૂર્વના સમયમાં જૈનમાર્ગમાં કેવી અસાધારણ શક્તિઓના પુરૂનું ઉત્પન્ન થવું થતું હતું તે બતાવવા માટે આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યનું ઉદાહરણ આપ્યું હતું; અને હાલના સમયમાં પણ જૈન માર્ગ પોતાને વિષે તેવા : પ્રકાર ની શક્તિઓ ધરાવનારા પુરૂષે ઉત્પન્ન કરવાનો ગર્વ લઈ શકે છે એમ બતાવવા માટે શ્રીમાન રાજચંદ્રની અસાધારણ શક્તિઓનું વિવેચન કરી બતાવ્યું હતું. સ્વર્ગસ્થ વીરચંદ ગાંધી જેવા બાહોશ પુષે અમેરિકામાં જઈ પિતાના | માર્ચને વિષે જે પુરૂષની પ્રત્યક્ષતા બતાવવામાં ગર્વ ધર્યો હતો, તેમજ શ્રીયુત મેહનદાસ ગાંધી જેવા સમર્થ આત્મભોગ આપનાર વિદ્વાન રાજ્યકારીએ જે પુરૂષનું અનુકરણ કરવા માટે આફ્રિકામાં બેઠાં હિંદીઓને ઉપદેશ આપવામાં પોતાનું કર્તવ્ય વિચાર્યું છે તે પુરૂષનાં વચનને ડેક સંગ્રહ પ્રકટ કરવાનું મને ઉચિત લાગ્યું છે. * આજની અને પ વર્ષ ઉપરની હિંદની સ્થિતિમાં આકાશ પાતાળ એટલે ભેિદ પડી ગયું છે. પસ્તાળાશ વર્ષ ઉપર ધાર્મિક, સામાજીક, અને રાજપ્રકરણી સ્થિતિ જે દશા ભગવતી હતી, અને આજે ભગવે છે તેમાં સામાન્યમાં સામાન્ય અવલકનારને ન કહી શકાય એવો ભેદ દૃષ્ટિગોચર થાય છે. હિંદની સર્વ સામાન્ય સ્થિતિ આજેથી ૫ વર્ષ ઉપર આ રીતે, જે દશા ભગવતી હતી તેના પરિણામમાં જેન માર્ગની સ્થિતિને વિચાર, જે બરાબર કરવામાં આવે, તો જણાય કે, તે સમયે જન ભાગની સ્થિતિની દશા ઘણું જ મંદ હતી. જે સમયે આવી સ્થિતિ વતી હતી તે સમયે અત્યારે જાહેર રીતે સ્વીકારાએલાં અસાધારણ શક્તિના આ પુરૂષનું જન્મવું જેના ભાગમાં થયું હતું. - મહાન અંગ્રેજ લેખક મીટબર્ક કહે છે કે, દુનિયા ૫૦ વર્ષ પાછળ છે. આ લેખકને કહેવાનો અભિપ્રાય એવા પ્રકારનું છે કે, દુનિયાએ આજે જે વાત વસ્તુતઃ સમજવી જોઈએ, તે પચાસ વર્ષ પછી સમજતી થાય છે. શ્રીમાન રાજચંદ્ર * જ્યારે સમાજે સન્મુખ આવ્યા ત્યારે જૈન સમાજની સ્થિતિ અનેક પ્રકારના મ તમતાંતરમાં મશગુલ હતી. લોકોને એવું મનાવવામાં આવ્યું હતું કે પોતે જે. કુ. વળમાં જન્મ્યા હોઇએ તે કુળના સંપ્રદાયના ધર્મ વિચારે ગમે તેવા હોય પરંતુ તેને વળગી રહેવામાં જ કલ્યાણ છે. આ ઈલાકાની તરફમાં જૈનના બે મુખ્ય ગચ્છમાં અનેક અલ્પ અલ્પ બાબતમાં વિખવાદ ચાલ્યા કરતો હતો. સંવત ૧૯૪૩ ની ? સાલ કે જે સાલની લગભગના વર્ષો “સમકિત સાર” અને “સમકિત શબ્દાર” રૂપી લેશોનાં સ્થાન હતાં, ત્યારે માત્ર અઢાર વર્ષની વયે શ્રીમાન રાજચંદ્ર જૈન , માર્ગની દશાનું નીચે પ્રમાણે અવલોકન કરી શક્યા હતા – “જૈન સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. પરસ્પર નિંદા ગ્રથી જે જાળ માંડી બેઠા છે, મહાવીર ભગવાનના ભJથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy