SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ રાજબોધ. (૨૬) યત્નો. જેમ વિવેક એ ધર્મનું મૂળતત્વ છે, તેમ યત્ના એ ધર્મનું ઉપતત્ત્વ છે. વિવેકથી ધર્મતત્વ ગ્રહણ કરાય છે; અને યત્નાથી તે તત્ત્વ શુદ્ધ રાખી શકાય છે, તે પ્રમાણે પ્રવર્તન કરી શકાય છે. પાંચ સમિતિરૂપ યત્ના તો બહુ શ્રેષ્ઠ છે; પરંતુ ગૃહસ્થાશ્રમીથી તે સર્વ ભાવે પાળી શકાતી નથી; છતાં જેટલા ભાવાંશે પાળી શકાય તેટલા ભાવાશે પણ સાવધાનીથી પાળતા નથી. જિનેશ્વર ભગવાને બાંધેલી સ્થળ અને સૂક્ષ્મ દયા પ્રત્યે જ્યાં બેદરકારી છે, ત્યાં તે બહુ દોષપૂર્વક પળે છે. એ યત્નાની ન્યૂનતાને લીધે છે. ઉતાવળી અને વેગભરી ચાલ, પાણી ગળી તેનો સંપાળે રાખવાની અપૂર્ણ વિધિ, કાકાદિક ઈધનને વગર ખંખેર્યો, વગર જોયે ઉપયોગ, અનાજમાં રહેલા સૂક્ષ્મ જંતુઓની અપૂર્ણ તપાસ, પુંજ્યા પ્રમાર્યા વગર રહેવા દીધેલાં કામ, અસ્વચ્છ રાખેલા એરડા, આંગણામાં પાણીનું ૮ળવું, એઠનું રાખી મૂકવું, પાટલા વગર ધગધગતી થાળી નીચે મુકવી; એથી પિતાને આ લોકમાં અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા ઈત્યાદિક ફળ થાય છે; અને પરલેકમાં પણ દુ:ખદાયી મહાપાપના કારણે થઈ પડે છે, એટલા માટે કહેવાને બંધ એ કે, ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં, જમવામાં અને બીજા હરેક પ્રકારમાં યત્ના નો ઉપયોગ કરો. એથી દ્રવ્ય અને ભાવે બન્ને પ્રકારે લાભ છે. ચાલ ધીમી અને ગંભીર રાખવી, ઘર સ્વચ્છ રાખવાં, પાણી વિધિ સહિત ગળાવવું, કાછાદિક ખંખેરીને નાખવાં, એ કાંઈ આપણને અગવડ પડતું કામ નથી, તેમ તેમાં વિશેષ વખત જતો નથી. એવા નિયમો દાખલ કરી દીધા પછી પાળવા મુશ્કેલ નથી. એથી બીચારા અસંખ્યાત નિરપરાધી જતુઓ બચે છે. પ્રત્યેક કામ થનાપૂર્વક જ કરવું એ વિવેકી પુરૂષનું કર્તવ્ય છે. રાત્રી ભોજનની અહિંસાદિક પંચમહાવ્રત જેવું ભગવાને રાત્રિભોજનત્યાગવત કહ્યું છે. રાત્રિમાં જે ચાર પ્રકારના આહાર છે તે અભક્ષરૂપ છે. જે જાતિને આહારને રંગ હોય છે, તે જાતિના તમસ્કાય નામના જીવ તે આહારમાં ઉત્પન્ન થાય છે. રાત્રિભોજનમાં એ શિવાય પણ અનેક દોષ રહ્યા છે. Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy