SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ રાજધ. નિરંતર એકામ રહેવું તે પણ સત્સંગ છે. પુરૂષોને સમાગમ એ પણ સત્સંગ છે. મલીન, વસ્ત્રને જેમ સાબુ તથા જળ સ્વચ્છ કરે છે તેમ શાસ્મબોધ અને સત્યુને સમાગમ, આત્માની મલીનતાને ટાળી શુદ્ધતા આપે છે. જેનાથી હમેશને પરિચય રહી રાગ, રંગ, ગાન, તાન, અને સ્વાદિષ્ટ ભોજન સેવાતાં હોય, તે તમને ગમે તે પ્રિય હોય તે પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી; પણ કુસંગ છે. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વેચન અમૂલ્ય લાભ આપે છે. તત્વજ્ઞાનીઓએ મુખ્ય બોધ એ કર્યો છે કે સર્વસંગ પરિત્યાગ કરી, અંતરમાં રહેલા સર્વ વિકારથી પણ વિરકત રહી એકતનું સેવન કરે. તેમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે. કેવળ એકાંત તે ત થાનમાં રહેવું કે યોગાભ્યાસમાં રહેવું એ છે; પરંતુ સમસ્વભાવીને સમાગમ જેમાંથી એક જ પ્રકારના વર્તનને પ્રવાહ નીકળે છે તે ભાવે એકજ ૫ હોવાથી ઘણા માણસો છતાં અને પરસ્પરને સહવાસ છતાં તે એકાંતરૂપજ છે; અને તેવી એકાંત માત્ર સંતસમાગમમાં રહી છે. કદાપિ કોઈ એમ વિચારશે કે વિષયી મંડળ મળે છે ત્યાં સમભાવ હોવાથી એકાંત કાં ને કહેવી? તેનું સમાધાન તત્કાળ છે કે તેઓ એક સ્વભાવી દેતા નથી. તેઓમાં પરસ્પર સ્વાર્થબુદ્ધિ અને માયાનું અનુસંધાન હોય છે, અને જ્યાં એ એ કારણથી સમાગમ છે ત્યાં તે એક સ્વભાવી કે નિર્દોષ લેતા નથી. નિર્દોષ અને સમસ્વભાવી સમાગમ તો પરસ્પરથી શાંત મુનીશ્વરોને છે; તેમજ ધર્મખાનપ્રશસ્ત અલ્પારંભી પુરૂષને પણ કેટલેક અંશે છે. જ્યાં સ્વાર્થ અને માયાકપટ જ છે, ત્યાં સમસ્વભાવતા નથી, અને તે સત્સંગ પણ નથી. સત્સંગથી જે સુખ અને આનંદ મળે છે, તે અતિ સ્તુતિપાત્ર છે. જ્યાં રાતના સુંદર પ્રો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન, ધ્યાનની સુકથા થાય; જ્યાં સસ્પષેના ચરિત્રે પર વિચારે બંધાય; જ્યાં તત્ત્વજ્ઞાનના તરંગની લહરિ છુટે; જય સરળ સ્વભાવથી સિદ્ધાંતવિચાર ચર્ચાય; જ્યાં મેલજન્ય કથનપર પુષ્કળ વિવેચન થાય; એવો સત્સંગ તે મહા દુર્લભ છે. કોઈ એમ કહે કે, સત્સંગમંડળમાં કઈ માયાવી નહીં હોય? તે તેનું સમાધાન આ છે; જ્યાં માયા અને સ્વાર્થ હોય છે ત્યાં સસંગ હતો જ નથી. રાજહં સની સભાનો કાગ દેખાવે કદાપિ ન કળાય તે અવશ્ય રાગે કળાશે; માન રહો તે મુખમુદ્રાકળાશે, પણ તે અંધકારમાં જશે નહીં. તેમજ માયાવિયો સત્સવમાં સ્વાર્થે જઈને શું કરે? ત્યાં પેટ ભર્યાની વાત તે હેય નહીં. Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy