SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૬ મું. (૩) કનિષ્ટ એવા અસંખ્ય તત્ત્વજ્ઞાનીઓ થઈ ગયા છે. એ કોઈ કાળ કે આર્ય દેશ નથી કે જેમાં કેવળ તત્ત્વજ્ઞાનીઓનું ઉપજવું થયું નથી. એ તત્ત્વવેત્તાઓએ સંસારસુખની હરેક સામગ્રીને શેકરૂપ ગણાવી છે; એ એમના અગાધ 'વિવેકનું પરિણામ છે. વ્યાસ, વાલ્મીક, શંકર, મૈતમ, પાતંજલી, કપિલ, અને યુવરાજ શુધેદને પિતાના પ્રવચનમાં માર્મિક રીતે અને સામાન્ય રીતે જે ઉપદેશ્ય છે તેનું રહસ્ય, નીચેના શબ્દોમાં કંઈક આવી જાય છે. “ અહે લેકે ! સંસારરુપી સમુદ્ર અનંત અને અપાર છે. એને પાર પામવા પુરૂષાર્થને ઉપયોગ કરો ! ઉપયોગ કરો !!” એમ ઉપદેશવામાં એમને હેતુ પ્રત્યેક પ્રાણીઓને શેકમુક્ત કરવાનો હતો. એ સઘળા જ્ઞાનીઓ કરતાં પરમ માન્ય રાખવા યોગ્ય સર્વજ્ઞ મહાવરનાં વચન સર્વ સ્થળે એ જ છે કે સંસાર એકાંત અને અનંત શકિપ તેમજ દુઃખપ્રદ છે. અહ, ભવ્ય લેકે! એમાં માધુરી મોહિની ન આણતાં એથી નિવૃત્ત થાઓ! નિવૃત્ત થાઓ ! મહાવીરને એક સમય માત્ર પણ સંસારનો ઉપદેશ નથી. એનાં - સઘળાં પ્રવચનમાં એણે એ જ પ્રદર્શિત કર્યું છે ; તેમ તેવું સ્વાચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. કંચનવર્ણિ કાયા, યશોદા જેવી રાણી, અઢળક સામ્રાજ્ય લક્ષ્મી, અને મહા પ્રતાપી સ્વજન પરિવારને સમૂહ છતાં તેના મોહને ઉતારી દઈ જ્ઞાનદર્શનયોગપરાયણ થઈ એણે જે અભૂતતા દર્શાવી છે તે અનુપમ છે. એનું એ જ રહસ્ય પ્રકાશ કરતાં પવિત્ર ઉત્તરાધ્યયન સૂત્રમાં, આઠમા અધ્યયનની પહેલી ગાથામાં કપિલ કેવળીની સમીપે તવાભિલાષીને મુખકમળથી મહાવીર કહેવરાવે છે કે: અવે અસાસયંમિ સંસારંભિદુખપઉરાએ કિનામદુર્થાતકસ્મય જેણાહંદુગઈ નાછેડ્યા. અધ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ છે, હું એવી શું કરણી કરે જે કરણીથી કરી દુર્ગતિ પ્રતિ ન જાઉં ? એ ગાથામાં - એ ભાવથી પ્રશ્ન થતાં કપિલમુનિ પછી આગળ ઉપદેશ ચલાવે છે. - અધવે અસાસંયમિ–આ મહદ્ તત્ત્વજ્ઞાનપ્રાસાદિભૂત વચને પ્રવૃત્તિમુક્ત યોગીશ્વરના સતત વૈરાગ્યવેગનાં છે. અતિ બુદ્ધિશાળીને સંસાર પણ ‘ઉત્તમરૂપે માન્ય રાખે છે છતાં, તે બુદ્ધિશાળીઓ તેને ત્યાગ કરે છે; એ Scanned by CamScanner
SR No.034066
Book TitleRajbodh
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Ravjibhai Mehta
PublisherMansukhlal Ravjibhai Mehta
Publication Year1913
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy