SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ છેલ્લું દર્શન ૧૯૧ અને અભિનંદનીય ઘટના ગણાય! દેશના કોઈ નેતાના અવસાન વખતે નહોતું બન્યું તે કસ્તૂરભાઈના અવસાન વખતે બન્યું. સોમવારે સવારે શાહીબાગમાં માનવ મહેરામણ ઊમટ્યો. સમાજના બધા થરના લોકો દેશના આ મહાન સપૂતને અંજલિ અર્પવા એકત્ર થયા હતા. તેમાં રાજ્યપાલશ્રી હતાં, પ્રધાનો હતા, સરકારી અધિકારીઓ હતા, રાજકીય નેતાઓને સમાજસેવકો હતા, આચાર્યો અને અધ્યાપકો હતા, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ હતા, તેમ મુનીમો અને મજૂરો પણ હતા. અમદાવાદે તેનો સાચો સ્વજન ગુમાવ્યાનો શોક ચારેકોર દેખાતો હતો. ભારતના કોઈ ઉદ્યોગપતિને સામાન્ય જનતા તરફથી આટલું માન ને આટલી ચાહના ભાગ્યે જ મળ્યાં હશે. અંતિમ સંસ્કાર વખતે શહેરના અગ્રણીઓએ કસ્તૂરભાઈની અનેકવિધ સેવાઓને બિરદાવતાં પ્રવચનો ક્ય. આકાશવાણી ઉપરથી અંજલિઓ અપાઈ. શોકસભાઓમાં શોક પ્રદર્શિત કરતા ઠરાવો થયા. દેશમાંથી તેમ જ પરદેશમાંથી સિદ્ધાર્થભાઈ અને શ્રેણિકભાઈ ઉપર આશ્વાસનના પત્રો અને તારોનો વરસાદ વરસ્યો. ભારતનાં પ્રધાન મંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કસ્તૂરભાઈના અવસાન અંગે ઊંડા દુ:ખની લાગણી વ્યકત કરતાં દેશના ઔદ્યોગિક વિકાસમાં તેમણે આપેલા ગતિશીલ ફાળાની અને તેમની ઉદાર દાનશીલતાની પ્રશંસા કરી. | વિખ્યાત ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલાએ આ પ્રસંગે શોકસંદેશો મોકલતાં જણાવ્યું કે “કસ્તૂરભાઈના અવસાનથી રાષ્ટ્રની સંસ્થારૂપ મારા આજીવન મિત્ર અદૃશ્ય થયા છે. તેમને પગલે ચાલીને તેમની પરંપરાને આગળ ધપાવો.” કસ્તૂરભાઈના ગાઢ મિત્ર ને પ્રસિદ્ધ ઉદ્યોગપતિ બ્રજમોહન બિરલાએ કસ્તૂરભાઈના અવસાનને કારણે પોતાને પડેલી અંગત ખોટ ઉપરાંત સમગ્ર વેપારી કોમને પડેલી ખોટનો નિર્દેશ કરીને કહ્યું કે: “તેમના જેવા વારંવાર જન્મતા નથી. તેમનું વ્યકિતત્વ ભવ્ય હતું. વેપારી સમુદાયને માટે તેઓ એક મોટું બળ હતા. તેઓ હમેશાં સાચા ધ્યેયની પડખે ઊભા રહેતા.”૧૦ કસ્તૂરભાઈને પૂજ્ય ગણતા શ્રી કે. કે. બિરલાએ દેશના ઉદ્યોગીકરણ, દીનદુખિયાંની રાહતને જૈન તીર્થોના પુનરુદ્ધારનો ઉલ્લેખ કરીને તેમની સેવાઓને અંજલિ આપી.૧૧ Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy