SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તમના અભિલાષી ૧૫૭ પછી કસ્તૂરભાઈ જિનીવા ગયા. કુટુંબ હોટેલ બ્રિસ્ટોલમાં વિયેના ખાતે રહ્યું. જિનીવા કોન્ફરન્સ પૂરી થયા પછી બધાં યુરોપમાં ફરીને ભારત પાછાં આવ્યાં." કસ્તુરભાઈને જમીનમાં નાણાં રોકવાનો શોખ. ક્લકત્તામાં તેમણે જમીન ખરીદી હતી. ૧૯૪૧માં મુંબઈમાં ભૂલાભાઈ રોડ પર ગામડિયા હિલ વિસ્તારમાં આવેલો જમીનનો એક પ્લૉટ તેમની આંખમાં વસી ગયો. અમદાવાદ શારદાબહેનને ફોન કરીને પૂછયું: “મુંબઈમાં સસ્તામાં સારો પ્લૉટ મળે છે, ખરીદીશું?” “મુંબઈમાં જમીનની શી જરૂર છે?” “મારી ઇચ્છા મકાન બાંધવાની છે. પ્લૉટ સારો છે.” “જેવી તમારી ઈચ્છા, લો.” કસ્તૂરભાઈએ પ્લૉટ લીધો ને તે પર મકાન બાંધ્યું. ૧૯૪રના માર્ચમાં તેનો ક્બજો પણ મળી ગયો. અંબાલાલ સારાભાઈએ મરીન લાઇન્સ પર મકાન રાખેલું તે વેચી દીધું હતું. ૧૯૪રના ઑગસ્ટમાં તેમના પુત્ર સુહૃદ સફાના ઈજેક્ષનની પ્રતિક્રિયાને કારણે લ્યુકેમિયાની બીમારીમાં પટાયેલ. તેમને મુંબઈમાં મલબાર હિલ પર રાખેલા. પણ મકાન અનુકૂળ નહોતું. કસ્તૂરભાઈએ તેમને પોતાના મકાનમાં રાખવા કહ્યું. સુહૃદનાં લગ્ન કસ્તૂરભાઈની ભત્રીજી મનોરમા સાથે થયેલાં. ક્લકત્તાથી ડૉ. બી. સી. રૉય સુહૃદની સારવાર માટે ખાસ આવેલા. પરંતુ રોગ અસાધ્ય હતો. ૧૭મી ઓકટોબર ૧૯૪રના રોજ સ્તૂરભાઈના મકાનમાં સુહૃદનું અવસાન થયું. પુત્રોનાં ઉછેર અને કેળવણી માટે કસ્તૂરભાઈએ ઘણી કાળજી રાખી હતી. નાનપણથી શરીર સુદૃઢ રાખવા બને નિયમિત વ્યાયામ કરે એવો તેમનો આગ્રહ હતો. તેમના ભણતર ઉપર પણ તેમની દેખરેખ રહેતી. ૧૯૪૪માં સિદ્ધાર્થભાઈ બી.એસસી. પાસ થયા. તે વખતે શ્રેણિકભાઈ ઇન્ટર સાયન્સમાં હતા. પિતાની ઇચ્છા બંનેને અમેરિકા મોક્લીને ત્યાં ધંધાને ઉપયોગી શિક્ષણ અપાવવાની હતી. બંને માટે એમ.આઈ.ટી.માં પ્રવેશ મેળવી રાખ્યો હતો. પાછળથી શ્રેણિકભાઈએ તે સંસ્થામાં કેમીક્લ એન્જિનિયરિંગમાં બી.એસ. થયા પછી હાર્વર્ડમાંથી એમ.બી.એ.ની ડિગ્રી લીધી હતી. સિદ્ધાર્થભાઈને એમ.આઈ.ટી. છોડવી પડેલી. તે ન્યૂયૉર્કની બ્રુકલીન પોલિટેકનીકમાંથી કેમીક્ષા Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy