SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન તીર્થો અને આધુનિક સંસ્થાઓ ૧૪૫ શ થયા તે છેક ૧૯૭૬ સુધી એ પદે રહ્યા. છેવટ લગી અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના પ્રતિનિધિ તરીકે તેઓ સંચાલન સમિતિના સભ્ય હતા. પી. આર. એલ.નો વિસ્તાર ઉત્તરોત્તર વધતો ગયો છે. તેના મકાનનો શિલારોપણવિધિ ૧૯૫રમાં ડો. સી.વી. રામને કરેલો અને તેનું ઉદ્ઘાટન ૧૯૫૪માં જવાહરલાલે કરેલું. મકાન તૈયાર થયું ત્યાં સુધી સંસ્થાનું કામકાજ એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં ચાલતું હતું. મકાનનો મોટો ભાગ સ્વાભાવિક રીતે જ પ્રયોગશાળાઓએ રોકેલો છે. કોમ્યુટર માટે અલગ જગા છે. ઉપરાંત અનુસ્નાતક વિદ્યાર્થીઓનાં છાત્રાલય, અધ્યાપકનિવાસ અને અતિથિગૃહ પણ બાંધેલ છે. આશરે ચાળીસ લાખ રૂપિયાની કિંમતનાં મકાનો આ સંસ્થાના કેમ્પસ પર બંધાયેલાં છે. તેનું કાર્યક્ષેત્ર પણ હવે ઘણું મોટું થયું છે. કૉસ્મિક કિરણો ઉપરાંત આંતરગ્રહીય અવકાશ, ખગોળવિદ્યા, ભૂ-ચુંબકીય વિજ્ઞાન, ન્યૂક્લિયર અને પ્લાઝમા ફિઝિકસ, કૉસ્મોલૉજી ઓફ ફિઝિકસ, પુરાતત્ત્વ, જલવિજ્ઞાન, રિમોટ સેન્સિગ વગેરે વિધ્યોનું સંશોધન આ આંતરરાષ્ટ્રીય માન્યતા પામેલી સંસ્થામાં ચાલે છે. આજ સુધીમાં આશરે સો જેટલા વિદ્યાર્થીઓ પીએચ.ડી. કે એમ.એસસી.ની ઉપાધિ મેળવીને આ સંસ્થામાંથી બહાર પડેલ છે. પી. આર. એલ. દેશભરમાં તેના કાર્યથી એટલી પ્રસિદ્ધિ પામી છે કે ભારત સરકાર તેના નિભાવ માટે દર વર્ષે રૂપિયા પિસ્તાળીસ લાખ અનુદાન આપે છે. એવી જ બીજી આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા અમદાવાદમાં સ્થપાઈ તે ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ છે. ભારતમાં ઉદ્યોગનો વિકાસ થયો હોવા છતાં તેનું સંચાલન પરંપરાથી ઉદ્યોગપતિઓના કુટુંબ દ્વારા જ થતું હતું. સંચાલનની વ્યાવસાયિક કુશળતા ધરાવતા માણસો મળતા નથી એવી દલીલ થતી હતી. ભારત સરકારે એવી વ્યાવસાયિક કુશળતા વિકસે તેવો પ્રબંધ કરવાનું ઠરાવ્યું. ૧૯૫૯માં તેને માટે નિમાયેલ અભ્યાસ-નિષ્ણાત જ્યોર્જ ડબલ્યુ. રોબિન્સે સરકારને કલકત્તા અને અમદાવાદ ખાતે બિઝનેસ મેનેજમેન્ટનું શિક્ષણ આપે તેવી સંસ્થા સ્થાપવાની ભલામણ કરી.૨૩ અમદાવાદને બદલે આવી સંસ્થા મુંબઈમાં સ્થપાય તે માટે ચક્રો ગતિમાન થયેલાં. પરંતુ વિક્રમ સારાભાઈ અને કસ્તૂરભાઈના પ્રયત્નોથી તે સંસ્થા અમદાવાદને જ મળી. ભારત સરકારે તેનો Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy