SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પરંપરા અને પ્રગતિ લાભ પણ વિદ્યાર્થીઓની આ ઐતિહાસિક હડતાળને મળ્યો હતો.૧૭ આ સંજોગોમાં સ્વ. બલુભાઈ ઠાકોર અને સ્વ. જીવણલાલ દીવાન જેવા શહેરના અગ્રણી કેળવણીકારોને લાગ્યું કે અમદાવાદમાં ઉચ્ચ શિક્ષણની બિનસરકારી સંસ્થાઓ સ્થાપવાની જરૂર છે. તે માટે તેમણે સાર્વજનિક કેળવણી મંડળ સ્થાપવાનો વિચાર સરદાર વલ્લભભાઈ અને દાદાસાહેબ માવળંકર સમક્ષ મૂકયો. બંને નેતાઓએ તે વિચારને વધાવી લીધો. કસ્તૂરભાઈને આર્ટ્સ કૉલેજ માટે રૂપિયા બે લાખ આપવા વિનંતી થઈ. એ વખતે વિદ્યાર્થીઓનો ઝોક વિનયન વિદ્યાશાખા પસંદ કરવા તરફ વિશેષ હતો. કસ્તૂરભાઈની ઇચ્છા આર્ટ્સ કૉલેજ માટે દાન આપવાની ન હતી. પરંતુ સરદાર અને દાદાસાહેબે કહ્યું કે, “તમે દાન નહીં આપો તો અહીં સેન્ટ ઝેવિયર્સ કૉલેજ નીકળશે અને પછી અમદાવાદમાં તમે બીજી કૉલેજ કાઢી નહીં શકો.” આ દલીલની કસ્તૂરભાઈ પર અસર થઈ. તેમણે ને તેમના ભાઈઓએ મળીને આર્ટ્સ કૉલેજ માટે બે લાખ રૂપિયા ૧૮ આપ્યા. ૧૪ ૧૯૩૫માં અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ. આનંદશંકર ધ્રુવની તેના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી. કસ્તૂરભાઈની સંચાલક સમિતિ (governing body)ના પ્રમુખ તરીકે પસંદગી થઈ. શેઠ અમૃતલાલ હરગોવનદાસે સાઠ હજાર રૂપિયા કૉમર્સ કૉલેજ માટે આપ્યા એટલે ૧૯૩૬માં કૉમર્સ કૉલેજ શરૂ થઈ. ૧૯૩૭માં એલ. ડી. આર્ટ્સ કૉલેજ શરૂ થઈ. નવીનચંદ્ર મફતલાલ તરફથી રૂપિયા સાત લાખ સાયન્સ કૉલેજ માટે અને રમણલાલ લલ્લુભાઈ તથા નરસીલાલ લલ્લુભાઈ તરફથી રૂપિયા ત્રણ લાખ ફાર્મસી કૉલેજ માટે મળતાં ૧૯૪૬માં સાયન્સ કૉલેજ અને ૧૯૪૭માં ફાર્મસી કૉલેજ શરૂ થઈ. ૧૯૫૨માં અચરતલાલ ગીરધરલાલ ટ્રસ્ટ તરફથી રૂપિયા ચાર લાખ મળતાં એજ્યુકેશન કૉલેજ તેમાં ઉમેરાઈ. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીને ૧૯૭૯ની આખર સુધીમાં મળેલ દાનનું કુલ ભંડોળ રૂ. ૧,૩૭,૪૨,૪૧૩ છે. તેમાં રૂ. ૬૦,૩૦,૧૫૦ કસ્તૂરભાઈ-પરિવાર અને ઉદ્યોગગૃહો તરફથી મળેલ છે. અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના ગુજરાત યુનિવર્સિટીના આગમનની પૂર્વભૂમિકારૂપ હતી. સોસાયટીના જ કાર્યકર્તાઓએ બીજું એક ગુજરાત યુનિવર્સિટી માટેનું મંડળ સરદાર વલ્લભભાઈના અધ્યક્ષપદે સ્થાપ્યું. Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy