SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ પરંપરા અને પ્રગતિ આ મહાજનનું બળ એટલે સંપ અને એકતાનું બળ. તેનાથી એ રાજસત્તાના અન્યાય સામે લડેલ છે. તેનાથી નાનામોટા હુન્નરો જૂના વખતથી સચવાઈ રહ્યા છે. પરદેશી સત્તા સામે ધંધાદારીને તેનાથી રક્ષણ મળ્યું છે. અમદાવાદનું મહાજન આ બાબતમાં સૌથી વધુ શક્તિશાળી હતું. આ મહાજને એક વાર પોતાનું ચલણ પણ ચાલુ કર્યું હતું. અદાલતો અને અમલદારો પર પણ મહાજનનો પ્રભાવ પડતો. આપખુદ અધિકારીઓ મહાજન દ્વારા જ પોતાનું કામ કરાવી શકતા. બારોબાર કોઈ કારીગર પાસે વેઠ કરાવી શકતા નહીં. મહાજન વેઠ કરનારને પોતાના ભંડોળમાંથી વેતન આપતું. બ્રિટિશ રાજ્યમાં પણ કસબવેરા ઉઘરાવીને મહાજન તે સરકારને ભરતું. અંદરઅંદરની હરીફાઈથી એકબીજાને નુકસાન કરવાનું વલણ કોઈ ધંધામાં જાગે તો તેને મહાજન અટકાવે. કોઈ ધંધાનું મહાજન ભાવ વધારે તો બીજાં મહાજનો તેનો વ્યવહાર બંધ કરીને અસહકાર કરે. બધાં મહાજનો ઘણુંખરું પરસ્પર સહકારથી વર્તે. અમદાવાદમાં એક વાર બહારથી ઓછા ભાવે કામ કરવા માટે કડિયા આવેલા. તેમને કુંભાર મહાજનના સહકારથી કડિયા મહાજને હાંકી કાઢ્યા હતા.' બધી જાતના વાંધા મહાજન પતાવે. ન્યાયની અદાલતનું કામ પણ મહાજન કરે. દોષિતને દંડ થાય. દંડની રકમ મહાજનના ભંડોળમાં જાય. મહાજનનો કાંટો ધરમનો કાંટો ગણાય. તોલનો પૈસો આવે તે પાંજરાપોળમાં જાય. જૈન, વૈષ્ણવ અને શૈવ–સૌ આ મહાજનમાં એક થઈને રહે. હિંદુમુસ્લિમનો તેમાં ભેદ નહીં. મહાજનની પ્રથાથી અંધ સમાનતાવાદ (Bigoted Communism) આવ્યો એમ કેટલાકનું કહેવું છે. મહેનતુ અને આળસુ સૌને સરખા ગણે એટલે વ્યક્તિને સ્વપ્રયત્નથી ધનવાન થવામાં તે અમુક અંશે હરકતરૂપ બને છે. પણ તેનાથી વેપારને મોટું રક્ષણ મળ્યું, તે મોટો ફાયદો ગણાય. અમદાવાદમાં કપડ (મસ્કતી) બજરનું સૌથી મોટું અને વ્યવસ્થિત મહાજન છે. એવાં જ સૂતર અને શેર બજારનાં મહાજનો છે. મિલમાલિકોનું મહાજન ધારાસભામાં પ્રતિનિધિત્વ મેળવી શકર્યું હતું. મિલ-ઉદ્યોગના વિકાસ Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy