SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પરંપરા અને પ્રગતિ તેમાં લખ્યું કે “કેરળની સામ્યવાદી સરકાર કરતાં કોંગ્રેસ સરકાર સારી શી રીતે કહી શકાય?” તરત જ મુંબઈથી પોલીસ આવી. ડઝન જેટલા માણસોને ગિરફતાર ક્ય. હડતાળ બિનશરતે પાછી ખેંચવામાં આવી. ૪૦-૫૦ માણસ સિવાય બધા જ મજૂરોને કામ પર લીધા. ધીમે ધીમે રહી ગયેલામાંથી પણ મોટા ભાગનાને પાછા લીધા. હડતાળને કારણે પ્રોવિડન્ટ ફંડ, ગ્રેગ્યુઈટી અને નોકરીના સાતત્યનો ભંગ થયેલો તે જોડી આપ્યો. ' અતુલની સ્થાપના થઈ ત્યારથી સ્થાનિક માણસોને જ કામ આપવાની નીતિ કસ્તૂરભાઈએ રાખેલી. હડતાળના પ્રસંગે થયેલું મનદુ:ખ થોડા વખતમાં જ બંને પક્ષે ભૂંસાઈ ગયું. વલસાડ જિલ્લાની આદિવાસી જનતા અને ગ્રામલોકોએ અતુલને પોતાના જ કારખાના તરીકે અપનાવ્યું છે ને અતુલના સંચાલકોએ તેમની સુખાકારીમાં પોતાનું શ્રેય જોયું છે. ૧૯૭૭માં કસ્તૂરભાઈ અતુલના ચેરમેનપદેથી નિવૃત્ત થયા, તે પ્રસંગે હડતાળનો નિર્દેશ કરતાં પશ્ચાત્તાપના ભાવ સાથે કારીગરભાઈઓને થયેલ દુઃખ બદલ દિલગીરી વ્યક્ત કરીને તેમની ક્ષમા ચાહી હતી. મજૂરો પ્રત્યેના વર્તાવમાં કસ્તૂરભાઈનું વલણ હમેશાં મધ્યમમાર્ગી રહ્યું છે. મજૂરો સુખી હશે તો મિલનું ઉત્પાદન વધશે ને આપણે પણ સુખી થઈશું એવો ખ્યાલ મિલમાલિક તરીકે તેમના મનમાં હતો. આથી તેઓ મજૂરોના કલ્યાણની પ્રવૃત્તિમાં, પોતાની મર્યાદામાં રહીને પણ, સક્રિય રસ લેતા. તેમણે રાયપુર મિલમાં મજૂરોનાં બાળકો માટે ‘બાલગૃહ રૂપિયા પચીસ હજારના ખર્ચે તૈયાર કરાવ્યું હતું. તેનું ઉદ્ઘાટન કરવા માટે ગાંધીજીને વિનંતી કરેલી. તેના અનુસંધાનમાં તા. ૨૬-૪-૨૮ના રોજ તેમણે ગાંધીજીને નીચે મુજબ પત્ર લખ્યો હતો: પૂજ્ય મહાત્માજી ૧૦ રાયપુર મિલની કેસ આપના શુભહસતે ઉઘાડવાનું મંગળવાર તા. ૧લી મે એ સાંજના સવા છ વાગતાં રાખ્યું છે. મને આશા છે કે તે વખત આપને અનુકૂળ આવશે. મારી મોટર આપને લેવા આમ ઉપર મંગળવારે સાંજના મોક્લીશ. Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy