SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ પરંપરા અને પ્રગતિ વિદ્યુત બોર્ડ તરફથી મળે છે ને બાકીની પોતે ઉત્પન્ન કરી લે છે. શરૂઆતમાં વિદેશી નિષ્ણાતોની મદદ લેવી પડતી પણ પછીથી બધા જ ભારતીય નિષ્ણાતોની સેવાઓ ઉપલબ્ધ થઈ છે. તે જ રીતે સ્થાનિક માણસો અને સામગ્રી અતુલમાં પ્રથમ પસંદગી પામે છે. આસપાસના દસ કિલોમીટર જેટલા વિસ્તારમાંથી આવતાં સાડા પાંચ હજાર જેટલા માણસોને અહીં કાયમી રોજી મળે છે. એટલી જ બીજી સંખ્યાને બાંધકામ તેમ જ વિકાસકાર્યોમાં ઉચ્ચક કામ મળે છે. આ પ્રદેશના લોકોને વધુમાં વધુ રોજી આપી શકાય તે હેતુથી આર્થિક તેમ જ ગુણવત્તાની દૃષ્ટિએ યંત્રનો ઉપયોગ ફાયદાકારક લાગે તેવાં કામોમાં પણ સ્થાનિક માણસોનો ઉપયોગ કરવાની નીતિ કંપનીએ અપનાવેલી છે. અતુલની વસાહતમાં ૧૧૫૦ ઘર બાંધેલાં છે. કર્મચારીઓને વીજળી અને રહેઠાણ સસ્તા દરે અપાય છે. ચોવીસે ક્લાક પાણીની સગવડ છે. કંપનીની કેન્ટીનમાંથી સસ્તા દરે ભોજન પણ અપાય છે. પંચાયત દ્વારા રેડિયો તથા ટી.વી. જેવાં મનોરંજનનાં સાધનોની સુવિધા છે. ચાર હજાર પ્રેક્ષકો બેસી શકે તેવું સુંદર, ગ્રીક સ્થાપત્યનું સ્મરણ કરાવે તેવું ઓપન ઍર થિયેટર છે. ‘ઉલ્હાસ’ જિમખાના તથા ‘ઉદય’ને ‘મિ” કલબો દ્વારા રમતગમત ને જ્ઞાન-સંસ્કારની પ્રવૃત્તિઓ ચાલે છે. લગભગ બે હજાર બાળકો અતુલ તરફથી ચાલતી પૂર્વપ્રાથમિક, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ભણે છે. કારખાનામાં થતા રોગોના નિષ્ણાત દાક્તરની રાહબરી નીચે એક સુસજજ આરોગ્ય કેન્દ્ર ચાલે છે. આ પ્રદેશમાં ચાલતી સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કારિક પ્રવૃત્તિઓમાં અતુલના અધિકારીઓ અને સંચાલકો સક્રિય રસ લે છે. વલસાડમાં કેલેજો ચલાવતી સંસ્થા નૂતન કેળવણી મંડળ–ની સ્થાપના અને પ્રગતિમાં બી. કે. મજુમદાર અને સિદ્ધાર્થ કસ્તૂરભાઈનો મોટો ફાળો છે. અતુલના વૈજ્ઞાનિક નિષ્ણાતો જિલ્લામાં વિજ્ઞાનના અભ્યાસને પ્રોત્સાહન મળે તે માટે પ્રયત્ન કરે છે. વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગોનાં સાધનો તે વિસ્તારની શાળાઓને કોલેજોમાં અતુલ તરફથી વહેચાય છે. તે જ રીતે ખેતી માટે જરૂરી સાધનો, જમીનની ચકાસણી માટેનો સરંજામ વગેરે પણ ખેડૂતોને આપવામાં આવે છે. ૧૯ કુદરતી આફત વખતે પ્રદેશની પ્રજાની વહારે અનુલના સંચાલકો અને કાર્યકરો દોડી જાય છે. ગ્રામદત્તક યોજના, બીજસહાય યોજના વગેરે કલ્યાણ Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy