SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ अक्षरमाळा. પ્રભુ આજ્ઞાએ સર્વ પળાય, કરી પુણ્ય નર સ્વર્ગે જાય; પ્રભુની ભક્તિ કરે નર ખરી, તે જાયે ભવદુખને તરી. સહુ તનુમાં નરતનુ છે સાર, એમાં વળી ઉભય પ્રકાર; આસુર દૈવ ઉભય છે ભેદ, આસુરજન માને નહિ વેદ. ધર્મ ઉપર દૃઢ પ્રીતિ ન ધરે, પ્રભુની ભક્તિ કદા નવ કરે; પરધન પરનારીને હરે, હિ’સાદિક કુકર્મ આચરે. સાથે નહિ સુકૃત તે લેશ, મિથ્યા જન્મ ખુવે કરિ ક્લેશ; કપટી કુટિલ મહાખલ તેહ, સદા ક્રોધમાં માળે દેહ. મૂઢ અચેત અધર્મી એહ, આસુરનું છે લક્ષણ તે; વેદ વચન પાળે છે દૈવ, ધર્મ બ્રહ્મ પર પ્રીતિ સદૈવ સુકૃત સાધન કરે સદાય, જગકત્તાનાં કીર્તન ગાય; દૈવજીવ તે પરમ દયાળ, જાણેા જીવ દયા પ્રતિપાળ, પરદુખ ભંજન કહિયે તેહ, પરનારી ભ્રાતા છે એ; માત પિતાની સેવા સજે, ભાવે ત્તા પ્રભુને ભજે. વેદાચાર્ય વચન શું પ્રીતિ, પાળે માદાની રીતિ; કરે કુકર્મ તણા તે ત્યાગ, સત્ય ધર્મ સાથે અનુરાગ. દૈવ જીવનાં લક્ષણ એહ, ધન્ય ધન્ય જાણેા નર તેહ; પામી ઉત્તમ નરના દેહ, તારે નહિ આત્માને જેડ. નર તે ખર સમ જાણ્ણા સહી, વ્યાસ ઋષીચે વાણી કહી; માનવ દેહ મળ્યા છે સાર, વિળ ઉત્તમ કુળમાં અવતાર. બહુ વિદ્યાના કરે વિચાર, પામ્યા છે માટા અધિકાર; દેશ વિષે ડાહ્યા કહેવાય, શાયાદિક ગુણવાન ગણાય, એવું છતાં ખુડે નર જેહું, જાણા ખરથી ખાટા એહ; જે નર ભજે નહિ ભગવાન, તેને કહિંચે નહિ ગુણવાન, હું ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ Scanned by CamScanner
SR No.034060
Book TitleAksharmala
Original Sutra AuthorN/A
AuthorChotalal Kalidas Kavi
PublisherSastu Sahitya Vardhak Mitra Mandal
Publication Year1911
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy