SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ પેપરને નમુને આ બારમા પુસ્તકની છેવટના સતાઈપર જણાતા ફાર્મરૂપે આવેલું છે; જેથી ચોથા વર્ગના ગ્રાહકો પણ તે જોઈ શકે.* ચેથા વર્ગમાં (વાર્ષિક રૂ. ૧-૮-૦ વાળા) ૨૭૦૦ ગ્રાહકો થઈ ચૂકયાં છે. જેમાં ઉપલાં ૩૦૦ ઉમેરતાં ગ્રાહકોને સરવાળો ત્રણ હજારનો થયા છે. | નવ માસમાં ત્રણ હજાર ગ્રાહકે ! પહેલા નવ માસમાં જ આ પ્રકારે ત્રણ હજાર ગ્રાહકે નીકળી • ત્રીજા વર્ગ માટે ખાસ ભલામણ–ચોથાવર્ગ કરતાં ત્રીજા વર્ગનું લવાજમ રૂ. ૧-૪-૦ વધુ છે એ વાત ખરી, છતાં એટલું વધારે ખર્ચવાના બદલામાં ખાસ ઉચી જાતના સુશોભિત અને ટકાઉ કાગળો મળવા ઉપરાંત પૂઠાં પણ પાકાં કપડાની બાંધણીનાં મળે છે. ચોથાવનું કાગળના પૂઠાંવાળું પુસ્તક એક બે હાથે વંચાતાં થોડા સમયમાં જ મેલું થઈ ફાટી જય છે; જ્યારે ત્રીજા વર્ગનાં પુસ્તકો વધારે માણસોના ઉપયોગમાં આવવા છતાં પણ ઘણાં વર્ષ સુધી ટકી રહીને ઘરમાંની હમેશની ચીજ તરીકે થઈ પડે છે; માટે ખરું જોતાં બેવડા પૈસા ખર્ચીને સુશોભિત ઉપરાંત દશથી વીશ ગણું ટકાઉ પુસ્તકો મેળવવાં એજ ડહાપણનું કામ છે. સોધું તે મધું અને મોઘું તે સેધું, એ સિદ્ધાંત જેઓ સમજી શકતા હોય, તેમને આવી બાબતમાં થોડાક વધુ ખર્ચ વેઠવાનું ભારે નજ લાગવું જોઈએ. પુસ્તક એ . કાંઈ માસિક અથવા તો વર્તમાનપત્રો જેવી તત્કાળના ઉપયાગનીજ વસ્તુ નથી, ઈદગીભર પિતાને તેમજ મિત્રો અને પડોશીઓને વાંચનને આનંદ આપનાર એક અતિ અગત્યની વસ્તુરૂપ તે છે, એટલું જ નહિ પણ પેઢી દરપેઢી સુધી પણ તેને જાળવીને વાપરવાથી તે ઉપગમાં આવતાં રહે છે. પુસ્તકોના વાંચનની ખરી કિંમત સમજનારા યુરોપ અમેરિકાના લોકો તે ઘરમાંના ઘરેણાં ગાંઠો અને બીજી ખાસ ઉપયોગી વસ્તુઓ કરતાં પણ પુસ્તકોને વધારે અગત્યનાં માનીને, તે બને તેટલા વધારે ટકાઉ પ્રકારનાં જ ખરીદે છે અને પિતાના વાસોને બીજા બધી જાતના વારસાઓ કરતાં હડતી જાતના વારસા દાખલ તે આપતા જવાની હેશ રાખે છે. જેમ, નાથી બની શકે તેમ હોય, તેમણે ઉપલી ભલામણુપર અવશ્ય ધ્યાન આપવું Scanned by CamScanner
SR No.034060
Book TitleAksharmala
Original Sutra AuthorN/A
AuthorChotalal Kalidas Kavi
PublisherSastu Sahitya Vardhak Mitra Mandal
Publication Year1911
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size63 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy