SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ [૨.૧] ભણવું હતું ભગવાન શોધવાનું સાંભળો. પછી જે કહેવું હોય તે કહેજો, મને વાંધો નથી. ખાનગીમાં કહી દઉ સાહેબ ? આ અત્યારે કોઈ અહીં નથી, એટલે ખરી હકીકત કહી દઉં છું. મને મૂછો-બૂછો નથી, માટે છોકરો છું હજુ, પણ હું ફસાયો છું.” અરે, ભણવામાં શાનો ફસાયો તું કંઈ ? મોટાભાઈ કોન્ટ્રાક્ટર છે, પૈસા છે, બધું છે ને સારા ઘરનો છું ને !” પણ “ફસાયો છું કહ્યું. મેં ચોખ્ખું કહી દીધું કે “તમારે જે કરવું હોય તે કરો, આ કશું જ હવે મારે શીખવું નથી. મારે આ ભણવું નથી. હું થાક્યો છું.” આટલા વર્ષના ભણતર પ્રાતિ શું ? મેં કહ્યું, ‘ભણવામાં ધ્યાન રાખે મને પંદર વર્ષ થયા. આ સિસ્થમાં આવ્યો તો પંદર વર્ષ તો મારા ભણવામાં ગયા બળ્યા. પંદર વર્ષ થયા હાઈસ્કૂલમાં A-B-C-D શીખવામાં, આટલું એક ભાષા શિખવાડે બહુ ત્યારે અને સાયન્સમાં શું પ્રયોગો શિખવાડ્યા ? આ પાણી ઊનું કરો ને આ ઊનું કરો ને આ આમ કરો ને તેમ કરો, આ શિખવાડ્યું અમને સ્કૂલમાં.” આ પંદર વર્ષથી હું માથાકૂટ કરી રહ્યો છું. આ પંદર-સોળ વર્ષ (ઉંમરના થયા મને, તેમાં છ-સાત વર્ષ સુધી તો ઘેરથી નીકળ્યો નથી. દસ વર્ષથી હું તમારી પાછળ પડ્યો છું આ ભણવા માટે, તો આ દસ વર્ષમાં તો મેં ભગવાન ખોળી કાઢ્યા હોત. અને અહીં મને કશું આવડતું નથી. એટલે તમે મારી પાછળ પડશો એમાં મજા નથી, કહ્યું. તમારે જે કહેવું હોય તે કહેજો. આ તમારે ત્યાં ફસાયો છું. પંદર વર્ષથી આ ભણ ભણ કરું છું પણ હજુ મેટ્રિક નથી થવાતું. એકડીયામાં બેઠો ત્યારથી, પંદર વર્ષ (ઉંમરે)થી હજી મેટ્રિક નથી થવાતું. આટલા વર્ષમાં તો ભગવાન ખોળી કાઢત માસ્તરને કહેલું, ‘માસ્તર, આ પંદર વર્ષ આ એક ભાષા શીખવામાં કાઢ્યા પણ જો આટલી જ મહેનત ભગવાન શોધવા પાછળ મેં કરી હોત, તો જરૂર ભગવાન પ્રાપ્ત કરીને બેઠો હોત ! આ તો વખત બગડ્યો છે મારો ઊલટો. એવો વખત બગાડવા માટે નથી. હું તો જાગૃત માણસ છું, કહ્યું. મારા વરસો ખોટા ખોયા.”
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy