SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની પુરુષ (ભાગ-૧) હમણે ત્રણ કલાક પહેલાં તો રડતો હતો અને પાછો હસું છું? પેલું ભૂલી જાય ને પાછું આ નવું હસવાનું, એને સાહજિક કહેવાય છે. ગમ્મતને માન્યું સાયું પ્રશ્નકર્તા: આવી ખોવાઈ ગયાની વાત તો પહેલી વાર જ જાણી, આવો બીજો કોઈ પ્રસંગ હોય તો જણાવશો. દાદાશ્રી : આ ભાઈ ખરો ને, એના બાપ નડિયાદ પૈણવા ગયેલા. તે રથ હોય કે માફો હોય, ઠેઠ નડિયાદ સુધી. તે એમાં મને બેસાડી દીધેલો. મારાથી બધા બાર-તેર વર્ષ મોટા હશે ! તે પછી રસ્તામાં એ એવું બોલ્યા કે આ અમારો ભાઈ છે અંબાલાલ, એનો એક છોકરી જોડે વિવાહ કરી રાખ્યો છે, એવું ટીખળ-ગમ્મત કરી. હું તો ત્યાંથી ઊઠીને જતો રહ્યો છાનોમાનો. મૂઆ ! આ પૈણાવે તો ? ત્યારે શું થાય ? હજુ મને યાદ છે, તે દહાડે નવ-દસ વર્ષનો હતો. જતી વખતે, જરા મને પૈણાવી દે તો શું થાય ? આ શું વચ્ચે આવી વાતો કરે છે ? પ્રશ્નકર્તા ઃ તે દહાડે ગોઠવી રાખે, દાદા. દાદાશ્રી : હા, આ ગામડામાં કોની છોડીઓ છે, આ નડિયાદમાં, તે આ રસ્તામાં ગોઠવી નાખે. ગમ્મત માટે હસેલા, પણ મને સારું લાગેલું. મને આ લોકો પૈણાવી દે તો શું થાય ? તે જતો રહ્યો પછી, ત્યાંથી ઊઠીને બીજા ગાડામાં.
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy