SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૨] નિર્દોષ ગ્રામ્યજીવત મા અંબેતા લાલ, ‘અંબાલાલ' પ્રશ્નકર્તા : દાદા, તમારું નામ કેવી રીતે પડ્યું ? દાદાશ્રી : મારા બા (ઝવેરબા)એ મારે માટે (જન્મ પહેલાં) આઠેક વર્ષ તો ઘી ન ખાવાની બાધા લીધેલી અને અંબામાની ભક્તિ નિરંતર કરતા, તે ઉપરથી મારું નામ ‘અંબાલાલ’ પાડેલું. ગલગોટા જેવું શરીર તેથી કહેતા ‘ગલો’ પ્રશ્નકર્તા : દાદાને ગલાકાકા કેમ કહેતા’તા ? દાદાશ્રી : એ તો નામ જ નાનપણમાં ગલાભાઈ. ગલુનું લોકોએ ગલો કર્યો, પછી ગલાકાકા કર્યા. એ નામથી ઓળખાઈ ગયા. ખડકીમાં ‘ગલાકાકા આવ્યા' તેમ કહેતા. પ્રશ્નકર્તા : ગલો નામ પડ્યું ત્યારે કેટલી ઉંમર હશે તમારી દાદા ? દાદાશ્રી : દસ વરસનો. પ્રશ્નકર્તા : ગલો એટલે શું, દાદા ? દાદાશ્રી : એ ગમ્મતનું, આનંદનું નામ. ગલૂડિયા નથી કહેતા નાના હોય તેને ?
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy