SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની પુરુષ (ભાગ-૧) નહોતો એવો વૈભવ, પણ હતી ખાનદાનીની કિંમત તે ખાનદાન કુટુંબ, એટલે જેની પૈઠણ ઉપજે, સારી રકમ ઉપજે એવું, હવે ત્યાં આગળ જન્મ થયો. મિલકત લાંબી નહીં, ખાલી ખાનદાનીની જ કિંમત. મિલકત અમારી શું ? અહીં સાડા છ વીઘા જમીન મોસાળમાં છે અને દસ વીઘા ભાદરણમાં હતી. પ્રશ્નકર્તા : દાદા, તમે કહ્યું'તું ને, પુણ્ય એવું હોય તો જન્મ એવી જગ્યાએ થાય કે બંગલા બધું તૈયાર જ હોય તો આપનો જન્મ એવી જગ્યાએ કેમ ન થયો? દાદાશ્રી : કંઈ ? પ્રશ્નકર્તા : તમે વૈભવમાં કેમ ના જન્મ્યા ? દાદાશ્રી : એ બધો વૈભવ જોઈને જ આવેલો. મને તો વૈભવ ગમતો જ નહીં કરાય. મારે તો નાનપણમાંથી કશું વૈભવની ચીજ આવે તો મને ગમતી જ નહોતી. જ્ઞાતીના જન્મતો લાભ મળે સમગ્ર કુટુંબને પ્રશ્નકર્તા: તમે જે મા-બાપને ત્યાં જન્મ લીધો, તે મા-બાપને લાભ ખરો તમારા થકી કંઈ પણ ? દાદાશ્રી : એ તો બધાને લાભ હોય, આ મા-બાપને જ નહીં. પહેલાં તો સાત પેઢીવાળા સુધીના બધાને લાભ થાય ને પછી પાછા આખા ગામને છે તે. ચૌદ-પંદર પેઢીનું છે આખું ગામ, એ બધાને લાભ પહોંચે. બધાને (અમારી હાજરીનું) વાતાવરણ પહોંચે એમ તો. પ્રશ્નકર્તા : તમે એમને ત્યાં જન્મ લીધો એટલે એમને વધારે લાભ કે ઓછો લાભ એવું કંઈ ખરું? દાદાશ્રી : ચોક્કસ થાય જ ને ! બ્લડ રિલેશન થયું ને! તે લાભ થાય જ ને ! પ્રશ્નકર્તા: તમારા દીકરા-દીકરી એમને પણ ખરું ?
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy