SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની પુરુષ (ભાગ-૧) જે વિચારો, એમનું જે વર્તન, એમની દયા, કરુણા એ મેં જોયેલું છે. એટલું તો બહુ ઊંચામાં ઊંચું. એને હું જન્મસ્થળ માનું છું, બહુ ઊંચું જન્મસ્થળ ! મને એક જણે બીતા બીતા પૂછેલું કે તમે આવા શી રીતે પાક્યા ? ત્યારે મેં કહ્યું, મારી “મા” જાતવાન હતી અને ‘બાપુ’ કુળવાન હતા. કુળવાન કેવા હોય ? બ્રોડ વિઝન (વિશાળ દૃષ્ટિવાળા હોય. કુળવાનને ડાઘ ન પડવો જોઈએ, એક પણ ડાઘ કુળવાનને ન હોવો જોઈએ. આ ગ્રેડ જ મળે નહીં ને, પ્યૉરિટી વગર ! અને ફાધર-મધર બધાની પ્યૉરિટી હતી, ભારે પ્યૉરિટી અને આખો દહાડો કો'કના કામ કેમ કરવા એ જ આ બધાનો ધંધો ! એમાં મધર તો બહુ જ એવા... અમારા મધરનું તો એવું હતું કે અમારા ગામમાં ઘણાં માણસો એવું કહેતા'તા કે તારી મધર જેવી મધર એ કો'ક કાળમાં જ હોય. ગુણો બધું મારું લઈને આવેલો, પણ મધમાં દેખવાથી પ્રગટ્ય એટલે ફેમિલી સારું અને મધર બહુ સંસ્કારી, વધારે પડતા સંસ્કારી. પ્રશ્નકર્તા એનો આપને વારસો મળ્યો. દાદાશ્રી : વારસો તો આ જગતમાં જેને કહે છે તે કહેવા માત્રનું છે, ખરેખર વારસો હોતો નથી. એ ફોડ જુદી જાતનો છે. આમ એ લૌકિકમાં એમ કહેવાય કે આ વારસો મળ્યો છે એવું પણ ખરેખર કરેક્ટ વાત નથી એ. એ વાત પાછળ બહુ ઊંડી વાતો છે. વારસો તો આ મળ્યો પણ પૂર્વભવનો મારો કંઈ હિસાબ હશે ને ! પૂર્વનું કંઈ લાવ્યો હોઈશ ને અનંત અવતારનું ! તે લઈને આવેલો, તે આ પ્રગટ થયું બધું. હું મારું લઈને આવેલો એટલે તો આમની ઘેર જન્મ થાય ને ! એમના થકી જ પ્રગટ થાય. એમનામાં દેખવાથી જ પ્રગટ થાય. તે એમનું દેખ્યું તેથી પ્રગટ થયું.
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy