SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ [૧.૧] કુટુંબનો પરિચય ૩ પ્રશ્નકર્તા : ના છોડે, દાદા. દાદાશ્રી : ભાદરણનું મકાનેય છોડે નહીં. પ્રશ્નકર્તા : ના છોડે, દાદા. દાદાશ્રી : જ્યાં પગલાં પડ્યા ત્યાં તીરથ થઈ જાય ! પ્રશ્નકર્તા : હા, દાદા, આપના પગલાં પડેલા. આ દાદા તો હરતુંફરતું જીવતું-જાગતું બોલતું વિદ્યમાન તીર્થ ! દાદાશ્રી : વર્લ્ડની મોટી અજાયબી છે ! પણ લોકો જાણે નહીં ને બિચારા, એટલે શું થાય ? અવતર્યા એ ધન્ય દિવસે આ પરમાત્મા પ્રશ્નકર્તા : દાદા, આપની જન્મ તારીખ કઈ છે એ જાણવું છે. દાદાશ્રી : તમે કહોને એમને, તમે જાણો છો ને ? (દાદાશ્રી બીજા મહાત્માને કહે છે.) પ્રશ્નકર્તા : સંવત ૧૯૬૫, કારતક સુદ ચૌદસ. અને અંગ્રેજીની ૧૯૦૮ પણ તારીખ કઈ? દાદાશ્રી : સાતમી નવેમ્બર, તેરસ છે પણ લોકો ચૌદસ ઉજવે છે. એમાં કંઈક ટાઈમનો ફેર છે થોડોક. પ્રશ્નકર્તા : હંઅ. ખરેખર તેરસ છે? દાદાશ્રી : એવું પેલામાં લખેલું છે તેરસ, ચૌદસેય હોય. આ દિવાળી પછી છે તે જન્મજયંતી ઉજવાશે, ચૌદસે. પ્રશ્નકર્તા : એટલે કારતક સુદ ચૌદસ ? દાદાશ્રી : આમેય છીએ ચૌદસ (જ્ઞાનદશામાં) અને જન્મજયંતીયે ચૌદસની. અમે ચૌદસ છીએ, પૂનમ છે તે સીમંધર સ્વામી કહેવાય. પ્રશ્નકર્તા ઃ હા, હા, ગજબ કહેવાય ! આપ ચૌદસ છો?
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy