SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ જ્ઞાની પુરુષ (ભાગ-૧) કે નહીં ? તો પડો, નહીં તો પાણી ના હોય તો આપણે પડીને માથા ફોડવાનું શું કામ છે તે ?” પ્રશ્નકર્તા અને તે વખતે તમે ના પાડી. દાદાશ્રી : હા, મેં ના પાડી બાને. આ શું વેશ? બહુ દહાડા છેતરાયો છું. હવે આ અવતારમાં છેતરાવું નથી. આ કંઠીબંધ નહોય, આ તો તને હઉ બાંધું એવો છું. મમતા-સ્વાર્થ નહીં, તેથી ના ગાંડ્યા હું તો મૂળ પહેલેથી ક્રાંતિકારી ! હું કંઈ ગાંઠું એવો માણસ નહીં ને ! મમતા હોય તે ગાંઠે. જેને મમતા નથી એને ગાંઠવાનું શું હોય ? સ્વાર્થવાળા ગાંઠે, એને ફાયદો થતો હોય તો ! મારે બિલકુલેય મમતા નહીં, સ્વાર્થે નહીં. પ્રશ્નકર્તા : પણ દાદા, એ કર્યું એટમોસ્ફિયર (વાતાવરણ) હતું કે એ જમાનામાં તમે બાર વર્ષની ઉંમરે આટલી હિંમતપૂર્વક ના કહી દો ? દાદાશ્રી : બહુ જ હિંમત. તેથી મધરે કહ્યું કે તને “સુગરો” (ગુરુ વિનાનો) કહેશે. ત્યારે મેં કહ્યું, “એ વળી કયું જનાવર આવ્યું પાછું, નગરો ?” મને સમજણ પડેલી નહીં આ નગરો અને બા પણ નહીં સમજતા હોય. પણ એમને લોક કહે કે “સુગરો કહેવાય.” પ્રશ્નકર્તા: હા, ન-ગુરુ. દાદાશ્રી : ત્યારે ‘નગરો' શબ્દ એટલે હું સમજું કે આ શબ્દ એ લોકોનું કંઈ એડજસ્ટમેન્ટ હશે, એને “નગરો’ કહીને ફજેત કરતા હશે. નુગરો એ કોઈ શબ્દ હશે ગાળ દેવાનો. એટલે મેં કહ્યું, “આ મને નગરો કહેશે, મને ફજેત કરશે, બહુ ત્યારે શું કહેશે તે ? ભલે નુગરો કહે મને, જે કહેવું હોય એ કહે.” નુગરો શબ્દ અમુક ઉંમર પછી સમજી ગયેલો, કે નુગરો એટલે શું કહેવા માગે છે ! ન ગુરુ એમ ખબર નહીં, કે ગુરુ વગરનો. કંઠી બંધા - અમુક જાતની જેમણે કંઠી બાંધેલી હોય તેવા.
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy