SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ જ્ઞાની પુરુષ (ભાગ-૧) હોય તો ખરેખર છે શું?” ત્યારે લોકો ખુલાસો તો પૂછે ને પાછો ? પણ ખરેખર શું છે ? એ નિયમરાજ છે. શું છે ? પ્રશ્નકર્તા : નિયમરાજ. દાદાશ્રી : મૂળ વાત તમને કહી દઉ. આ નિયમરાજ હતા, તેનું આ લોકોએ નિ' કાઢીને યમરાજ કરી નાખ્યું. ખરેખર નિયમરાજ છે. હવે તેને બદલે “જમરા બોલે. તે બોલો, આ લોકો ગૂંચાઈ જાય ને બિચારા ! યમરાજ ને નિયમરાજમાં ફેર હશે કે નહીં હોય ? જમરા અને નિયમરાજમાં ફેર નહીં ? પ્રશ્નકર્તા : બહુ ફેર. નિયમ-રાજથી લાગે નહીં ભય દાદાશ્રી : જગતને નિયમ જ ચલાવ્યા કરે છે, બીજું કોઈ ચલાવનાર ન હોય. કોઈ નિયમ છે. આ નિયમના આધીન આ જગત છે. જમરાના આધીન નથી, યમરાજાના આધીન નથી, આ નિયમરાજના આધીન છે. કોના આધીન છે ? પ્રશ્નકર્તા : નિયમરાજ. દાદાશ્રી : નિયમરાજ એટલે એક જાતનું વ્યવસ્થિત, નિયમથી જ બધું ચાલે. એમાં કોઈ આવી બધી બૂમો મારનારું છે ? પ્રશ્નકર્તા: ના. દાદાશ્રી : હવે તમે કહો નિયમરાજ, એ ભય લાગવા જેવી વસ્તુ છે ? જરાય ભડકવા જેવું છે આમાં કશું? હવે નિયમરાજથી બીક લાગે? પ્રશ્નકર્તા : ના લાગે. દાદાશ્રી : માણસ નિયમથી મરે છે. નિયમરાજ લઈ જાય છે, એમાં ભય લાગવા જેવી કોઈ વસ્તુ છે ? નિયમથી જન્મે છે ને નિયમથી મરે છે અને વ્યવસ્થિતને તાબે છે. હવે નિયમરાજને પગાર આપવો પડે ?
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy