SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની પુરુષ (ભાગ-૧) અને ભગવાન આ રેવન્યુ કેવી રીતે કલેક્ટ કરતો હશે ? અને આ બધું શું હશે આની પાછળ ?' ૩૮૨ પછી આમ કરતા કરતા બધી આગળ વાત ચાલી, ‘તો ભગવાન શું કરતો હશે ? ભગવાન પૈણેલો હશે કે કુંવારો હશે ? વાંઢો હશે ? આ બધાને બૈરી મળે છે ને ભગવાનને બેરી નહીં મળી હોય ? અને મળી હોય તો ભગવાનની સાસુ કોણ હશે ? સસરો કોણ હશે ?' આ બધું મને વિગતવાર કહો, એવી બધી તપાસ કરી. તે કોઈ જવાબ આપી શક્યો નહીં. એક સંત પુરુષ હતા, તેય જવાબ ના આપી શક્યા. એ બધી વાતો પર તો બહુ જ વિચાર આવે મને. એ એક વિચાર ઉપરથી તો નર્યા વિચાર, વિચાર, વિચાર આવે. એટલે પછી ગૂંચાઈ જાવ હું. હું જાણું કે આ બધી ગૂંચામણ છે, બધું ખોટું છે, આ બધું તૂત છે. પછી એના બહુ વિચાર કરતા કરતા ઠેઠ સુધી વિચાર ગૂંચાયેલા રહ્યા. આમ મોટી ઉંમર થતી ગઈ ને, તેમ વિચાર કરતા એમ લાગ્યું કે આ કોઈ જમા નામનું જીવડું હતું જ નહીં. બધું મથામણ કરવા માંડી એટલે મહીં શ્રદ્ધા ઊડી ગઈ એ બાજુની, જમરા નામની. એટલે તે દહાડાથી આવા વિચારો જાગેલા. કર્યું જાહેર, ‘જમરા તામતું જીવડું જ તથી' તે છેવટે પચ્ચીસમે વર્ષે મેં ખોળી કાઢ્યું કે જમા નામનું જીવડું જ નથી. તપાસ કરી ત્યારે ગપ્પે નીકળ્યું બધું. તે એને જ્યારે શોધખોળ કરીને ત્યારે એ છોડ્યું. જમરા નામનો દેવેય નથી, આ બધું બોગસ જ છે, વાત જ ખોટી છે સાવ. સો ટકા વાત ખોટી છે, એક ટકોય સાચો નથી. એ જમરાને માટે મેં એટલી બધી શોધખોળ કરી, તપાસ કરીને હવે બધાને જાહેર કરી દીધું કે જમરા નામનું જીવડું છે નહીં. આ તો લોક બધા સમજ્યા વગર ઠોકાઠોક કરે છે કે જમરા આમ કરે છે ને ફલાણું કરે છે. કો’કે આ જમરા નામનું ખોટું ભૂત ઘાલ્યું છે. કોઈ જમરો લેવા આવે પણ કોઈ છે જ નહીં જમરો. જમરાની હયાતી જ નથી, કોઈ જન્મ્યોય
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy