SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ જ્ઞાની પુરુષ (ભાગ-૧) દાદાશ્રી : પરમાણુ ભરેલા હોય એવા. વાત સાંભળે, હાકોટો સાંભળે, તે એની મહીં શૂરવીરતા ઊભી થઈ જાય પ્રશ્નકર્તા: હા, એની શૂરવીરતા ઊભી થાય ને પેલા ડરપોક હોય તે ઘરમાં પેસી જાય. દાદાશ્રી : હા, એવું. એ છે કલ્પનાની ભૂતાવળ પ્રશ્નકર્તા ઃ આપને આવી ભડક નથી, માટે બીજાની ભડક કાઢો છો ! દાદાશ્રી : સાચું છે તો જ નીકળે ને, નહીં તો નીકળે કેવી રીતે ? જેણે ભડક જોઈ જ નથી ને ખોટી જ છે આ ભડકો, એવું મારે પુરવાર થઈ ગયેલું પાછું. આ ભૂતોની વાતેય. ભૂત છે ખરા, નથી એવું નહીં પણ ભૂત આવું ના હોય. આ જે કલ્પનાના ભૂતો, એ મારી નાખે છે. ત્યારે બીજું કશું મારતું નથી. પેલા ભૂત તો આપણને હેરાન જ કરી નાખે, તેલ કાઢી નાખે અને તે પ્રત્યક્ષ આમ આંખે દેખાય. આમ એ ભૂતો તો ધોળે દહાડે દેખાય. કોઈ જાનવરનું રૂપ લઈને આવે, કોઈ મનુષ્યનું રૂપ લઈને આવે, મોટા દૈત્યનુંય રૂપ લઈને આવે ! પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : અને ભડકાવે. પણ આ ભૂતો તો મેં આવા જોયેલા, તે બધા જ ખોટા. આ તો બધા જાતે જોયેલા ભૂતા. પછી ડિસાઈડ કરેલું કે આ બધી ખોટી વાત છે. જે પ્રમાણે આપણી કલ્પના થાય એવું દેખાયા કરે. કલ્પના છે ને ? પ્રશ્નકર્તા : કલ્પના છે. હા, એટલે પ્રયોગ પણ એવો ભાષામાં આવ્યો છે ને, કે બધી ભૂતાવળો બહુ ઊભી કરી છે એણે. દાદાશ્રી : હા, બસ એ કલ્પનાની ભૂતાવળ.
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy