SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦.૬] વિધ વિધ ભય સામે.. ૩૬૯ આત્મશ્રદ્ધા કે “મને કશું થાય નહીં દાદાશ્રી : આ જ ટેવ મોટી, ભયના સામા જ જવાની ટેવ. કોઈ પણ બહારવટિયા આવ્યા, તે એના સામું જવાની ટેવ પડેલી, ભાગવાની ટેવ નહીં. એવી આત્મશ્રદ્ધા અંદર કે મને કશું થાય નહીં. એ પૂર્વનું હશે કંઈ ! પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : નહીં તો આવી આત્મશ્રદ્ધા ના હોય. પચાસ માણસ હોય તોય ભડકું નહીં કરાય. ધારિયા-બંદૂકો લઈને આવે તોય ના ભડકું. ભડક તો મેં જોઈ જ નથી. એટલે થયું કે લાવો ને હવે, પડતું નાખું એની ઉપર જ. એ ભડકા ઉપર, ભૂતની પર જ આપણે પડતું નાખો. નાખ સાઈકલ એની ઉપર. એટલે મેં સાઈકલની સ્પીડ વધારી, ખૂબ સ્પીડ વધારી, પછી મેં તો જઈને નાખ્યું પડતું. એટલે સાઈકલ જોરથી, ભડકો થાય તેમાં જ અથાડી. એ ભડકા નહોતા ભૂતતા, હતા સળગતી બીડીના પ્રશ્નકર્તા : પણ ભૂત હતું ખરું ? દાદાશ્રી : ભૂતેય નહોતું કશું, ભૂતનો ભાઈયે નહોતો પણ ટેવ આવી ! ઉપર પડવાથી પેલાને વાટી નાખ્યો ! અને એ ભડકો બીડી સળગાવનાર એક માણસનો જ હતો. તે પેલો બીડી સળગાવતો હતો એની ઉપર પડ્યો. હું અથડાઈને પડ્યો, મને લાગ્યું. અને પેલો માણસ બિચારો ખાસ્સો પછડાઈ ગયો, દબાઈ ગયો ઊલટો. હું સમજી ગયો કે કોઈ માણસ હશે આ ! પેલો માણસ હતો, બીજું કંઈ હતું નહીં. એ બૂમાબૂમ કરવા માંડ્યો. “ભઈ સાબ, મને ક્યાં મારી નાખ્યો? મને કોણે મારી નાખ્યો ?” “અરે, તને કોણ મારી નાખે ? હું છું કહ્યું. અને ઉપરથી મેં પેલાને ડકાવ્યો. મેં કહ્યું, “નાલાયક, રસ્તામાં આવો છો ? અત્યારે ક્યાંથી આવ્યો ?” એમ કરીને જરા ખખડાવ્યો. ત્યારે કહે, “શેઠ તમે ? શેઠ તમે છો !” મેં કહ્યું, “હા” મને કહે, ‘તમે અત્યારે કંઈથી આવો છો ?”
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy