SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦.૧] વિધ વિધ ભય સામે... મરણનો ભય, તો થતું કે આ ન ખપે આપણને પ્રશ્નકર્તા: દાદાજી, નાનપણમાં તમને બીક લાગતી'તી? દાદાશ્રી : નાનપણમાં બધા બીવે, હુંય બીતો'તો. હું તો નાનો હતો ત્યારે મને મરણનો ભય લાગતો હતો. જન્મે તે મરવાના જ છે. મને કમકમાટી થતી હતી અને નાનપણથી જ થતું હતું કે આ બધું આપણને ન ખપે. પ્રશ્નકર્તા: કોઈનું મરણ જોયેલું ? દાદાશ્રી : મેં નાની ઉંમરમાં મરણ જોયેલું. એક વખત લગ્નમાં છે તે પેલા બંદૂકના ભડાકા કરનારો માણસ, તેની બંદૂકમાં કંઈક ભૂલ થઈ ગઈ અને મરી ગયો. તે ત્યાં આગળ લોહી પાર વગરનું ! તે અમે તો નાની ઉંમરના દસ-બાર વર્ષના, તે ભડકી ગયા. તે અત્યાર સુધી ભડકાટ હતો, જ્ઞાન થયા પહેલાં. કારણ જોયેલું જ નહીં ને આવું બધું ! નાનપણમાં લાગતો હતો સાપ-વીંછીતો ડર પ્રશ્નકર્તા બીજી શેની બીક લાગે, દાદા ? દાદાશ્રી : સાપની બીક લાગે ને ભૂતની બીક લાગે. લોકોને વહેમ બધા જાતજાતનાને !
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy