SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦.૫] જાણ્યું જગત પોલંપોલ ૩૬૩ લોકેય. આ દુનિયા ! જોઈ લો ને ! બધી રીતે આ દુનિયાને અમે જોયેલી છે! અને બહુ ઊંચા ઊંચા પુરુષેય જોયેલા. બેઉ જોયેલું મેં, નથી જોયું એવું નહીં. પછી સમજી ગયો કે આ જગત પોલંપોલ છે. તકલાદી ઉપર ચીડ પહેલેથી મને તો નાનપણથી દરેક ચીજ ઉપર ચીડ. શેની ઉપર ? ત્યારે કહે, તકલાદી ઉપર. પ્રશ્નકર્તા: તકલાદી વસ્તુ ઉપર ચીડ. દાદાશ્રી : તકલાદી ઉપર ચીડ. હવે તકલાદી કઈ ચીજ નથી ? તકલાદી જ છે ને આ બધું. આ ડિગ્રીઓ છે તે માથામાં નથી લાગેલી, તે તકલાદી જ છે ને? જગતને જાણ્યું પાપતું સંગ્રહસ્થાત પ્રશ્નકર્તા : દાદા, એવું જગત માટે બીજું શું તારણ કાઢયું હતું ? દાદાશ્રી : મને બાર-તેર વરસની ઉંમરે થયેલું કે આ જગત તો પાપનું જ સંગ્રહસ્થાન છે. જ્યાં પગ મૂકો ત્યાં પાપનું સંગ્રહસ્થાન છે. તે મેં નાનપણમાં નક્કી કરેલું કે આ પાપના સંગ્રહસ્થાનમાં ફરવું એના કરતા બપોરે બે કલાક સૂઈ જવું, તે ધર્મનું પુસ્તક વાંચી-કરીને પાછો સૂઈ જાઉં. ક્ષણે ક્ષણે દેખાય વિકરાળ, તેથી ન થાય મોહ પ્રશ્નકર્તા : દાદા, આપના દાખલા બહુ સચોટ હોય છે, તો એ દાખલા ક્યાંથી આવે છે ? દાદાશ્રી : અમને નાનપણથી જ મોહ નહીં પણ જાણવાની બહુ ઈચ્છા, એટલે અમને દાખલા (રૂપક) મળી આવતા. પ્રશ્નકર્તા ઃ તમને નાનપણથી મોહ કેમ થતો નહોતો ? દાદાશ્રી: અમને આ સ્વરૂપ નાની ઉંમરમાં દેખાતું'તું, વિકરાળ.
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy