SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ જ્ઞાની પુરુષ (ભાગ-૧) સરવૈયે વેપાર છે ખોટતો એટલે એક-બે ફેરા નાનપણમાં રિસાઈ જોયેલું, પણ એમાં ખોટ ગયેલી. એટલે ત્યારથી મેં રિસાવાનું છોડી દીધેલું. મેં સરવૈયું કાઢી જોયું કે રિસાવામાં તદન ખોટ છે, એ વેપાર જ તદન ખોટનો છે. એટલે પછી ક્યારેય પણ રિસાવું નહીં, એવું નક્કી જ કરેલું. કોઈ આપણને ગમે તે કરે તોય રિસાવું નહીં. કારણ કે એ બહુ ખોટવાળી વસ્તુ છે. બહુ મોટું નુકસાન છે આ તો. હવે છે તે તમે ગાળો દો તોય હું તમને વિનયથી બોલાવું. તમે ગાળો દો અને હું વિનયથી બોલાવું, આપણા બેનો ધર્મ આવો હોય. કારણ હું જાણું કે તમારામાં નબળાઈ હોય જ અને જો મારામાં નબળાઈ હોય તો પછી જ્ઞાની શેનો ? ગાળો સામે હું ગાળો દઉ અગર રિસાઉ તો જ્ઞાની શેનો ? રિસાવાય નહીં, એક્સેપ્ટ કરવું જોઈએ.
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy