SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ જ્ઞાની પુરુષ (ભાગ-૧) મોગરી ના લાવ્યો?” મેં કહ્યું, “ના, એ પાછી ક્યાં ભાંજગડ કરીએ ? આપણે ત્યાં ખાવા જઈએ છીએ, લેવા જતા નથી.” શું કહ્યું? પ્રશ્નકર્તા: ખાવા જઈએ છીએ, લેવા નહીં. દાદાશ્રી : એટલે સંગ્રહ કરવાની ટેવ જ નહીં ને ! એ ભાંજગડ જ નહીં ને ! લોભ નામનો ગુણ પહેલેથી જ નહીં, બિલકુલ ! પ્રકૃતિ ગુણો બહુ ઊંચા જોવા મળે. મમતા તો દેખાય જ નહીં. તમે ગમે એવું બંધાવડાવો તો કહે, “ના બા, હું બાંધીને હાથમાં નહીં લઈ જાઉ, અહીં ખઈશ ખરો થોડુંક.' પ્રશ્નકર્તા: દાદા, આપનું એટલું બધું ચોખ્ખું એના કારણે આ બધી પરસત્તાઓ રિલેટિવમાંય છૂટી ગઈ. આ જે રિલેટિવમાં આટલી બધી સ્પષ્ટતા રહેતી હતી તમને, તે આ ગુણોને કારણે ? દાદાશ્રી : મહીં ગુણો તો ખરા ને, તેના આધારે. પ્રશ્નકર્તા : લાલચ નહીં એટલે ચોખ્ખું દેખાય.
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy