SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૦] પ્રગટ્યા ગુણો નાનપણથી [૧૦.૧] અસામાન્ય વ્યક્તિત્વ પહેલેથી અસામાન્ય થવાતો વિચાર પ્રશ્નકર્તા : આપને આવું જ્ઞાન ઉદયમાં આવ્યું તે પહેલાં પૂર્વાશ્રમમાં આપનું વ્યક્તિત્વ, આપના વિચારો-સમજણ કેવા હતા તે જાણવું છે. દાદાશ્રી : મને તેરમા વર્ષે અસામાન્ય થવાનો વિચાર આવેલો. આ સામાન્ય એટલે શાકભાજી. અસામાન્ય એટલે સામાન્ય માણસને જે તકલીફ પડે છે, તે અસામાન્ય માણસને કોઈ તકલીફ ના પડે. સામાન્ય માણસ કોઈને હેલ્પ ના કરી શકે અને અસામાન્ય માણસ હેલ્પને માટે જ હોય. તેથી તેને જગત એક્સેપ્ટ (સ્વીકાર) કરે. પ્રશ્નકર્તા ઃ અસામાન્ય માણસની ડેફિનેશન (વ્યાખ્યા) શું છે ? : દાદાશ્રી : અસામાન્ય એટલે જગતના બધા લોકોને હેલ્પફુલ થઈ પડે, દરેક જીવને હેલ્પફુલ થઈ પડે. અમથો બીજો જીવ અડે તો એનેય હેલ્પ થઈ પડે. પ્રશ્નકર્તા : આમ તો દરેક વ્યક્તિ કોઈને કંઈ ને કંઈ રીતે હેલ્પ કરતો જ હોય છે ને ?
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy