SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ [૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા ૩૩૧ છે એટલે તમને દાદાની બહુ ઓળખાણ ના પડી. લોકો એમનો બહુ લાભ લે છે. દાદાશ્રી : એમ ! પ્રશ્નકર્તા : દાદા, અમે હઉ આવી પડ્યા, અમારે તમને છોડવા નથી હવે. દાદાશ્રી : ના, હવે તમે શાના છોડો ? મહા પુણ્યશાળી છો. પ્રશ્નકર્તા આ પગ અમે છોડીએ નહીં, દાદા. દાદાશ્રી : આ છોકરાઓ બહુ પુણ્યશાળી કે આ દાદાનો એમને લાભ મળે છે. દાદા ઘેર બેઠા કંઈથી આવવાના હોય આપણે ત્યાં ? ઘેર બેઠા, કોઈને બોલાવવાય ના જવું પડે. એ પુણ્ય છે ને, એક જાતનું. પુણ્ય ખરું ને ? પ્રશ્નકર્તા: ખરું. દાદાશ્રી : હક, હક આપણો. આ અવતારમાં ખરા ફાવી ગયા, નહીં ? તમને લાગે છે એવું ? અનંત અવતારનું સરવૈયું વળી ગયું ! સામો પડઘો ન પડતા ડાહ્યા થયા ભત્રીજા એટલે અમને જે સામા થયા ને, ભત્રીજાઓ ને બધા, એ બધા ડાહ્યા થયા હવે. કારણ કે અમારો સામો પડઘો ના પડે ને ! પ્રશ્નકર્તા : દાદા, વધારે સમજાવો ને ! દાદાશ્રી : એને શુદ્ધ જ જોઈએ અમે. એનો દોષ જ નથી એવું જોઈએ, અમારો જ દોષ છે એવું દેખાય. આ દૃષ્ટિ અમારી રહે એટલે પછી એનો સામો પડઘો પડે નહીં. એટલે એને સુધરી જ ગયે છૂટકો. જ્ઞાન નહોતું ત્યારે અમને ભેગા થયા તેમાં અડધા સુધરી ગયા અને કોઈ બગડી ગયા. લોકો કહેતા'તા કે આ તમે બહારવટિયા બનાવો છો લોકોને.
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy