SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ [૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા ૩૧૧ તમે આમને રૂપિયા આપી જુઓ હોય તો? જો આ કહે છે કે નહીં, કે તમે ગરીબ માણસ ? જે રૂપિયા ના લે તેનો અનુભવ પહેલો કરવો, એ ગમે એટલી ગાળો ભાંડે તોય. અને પેલા બધા મીઠા બોલવાવાળા તો પાંચ હજાર લેવા જ આવ્યા હોય. આમને સ્વાર્થ ના આવડે. કશું સ્વાર્થધ્વાર્થની ભાંજગડ જ નહીં ને ! એ આવે તે “પધારો” એવું કહીએ ને, તે રાજી થઈ જાય. બાકી મરી જાય તોય આમ નહીં. પાણી ના હોય તોય માગવાનું નહીં, ત્યારે ઓછું છે કંઈ ? આપણને નિર્ભય બનાવી દીધા. રણછોડભાઈને સમજણ પાડી. તે પછી રણછોડભાઈ કહે છે, “મનેય ગમી આ વાત. એનેય ગુણ હોય ને મહીં !' હું પૈસા આપું, જેને છેતર્યા તેને પાછા આપી આવ પ્રશ્નકર્તા: ‘અથડામણ ટાળો' એ સૂત્ર તમે પહેલું તમારા ભત્રીજાને આપેલું એ પ્રસંગ જણાવશો. દાદાશ્રી : થયું'તું એવું કે ૧૯૫૧માં કોસબાડ એગ્રિકલ્ચર કૉલેજ બંધાતી હતી. તેનો કોન્ટ્રાક્ટ લીધેલો. કોસબાડ કરીને એક છે એગ્રિકલ્ચર ફાર્મ, ત્યાં ખેતીવાડી કૉલેજ બાંધતા'તા. નીરુમા : આ પેલું સુરત આગળ કોસમાડા ? દાદાશ્રી : ના, એ કોસમાડા નહીં, કોસબાડ. અને (તે વખતે) એકાવનમાં છે તે કાન્તિભાઈને, “અથડામણ ટાળજે” એના માટેની આજ્ઞા આપેલી. તે હજુયે પાળ્યા કરે છે. નીરુમા ત્યારે તો તમનેય જ્ઞાન નહીં થયેલું. દાદાશ્રી : એવું વ્યવહારિક જ્ઞાન ખરું બધું. વ્યવહારિક તો બહુ સારું જ્ઞાન હતું. વ્યવસ્થિત તો બધું સમજાઈ જ ગયેલું મને તે દહાડેય. આ આત્માના જ્ઞાન સિવાય બીજું બધું અનંત અવતારનું અનુભવજ્ઞાન આવેલું છે. પણ કોઈની જોડે અથડામણમાં ના આવશો.” આ વાક્ય શી રીતે નીકળેલું તેની આખી વાત કરું. અમારો એક ભત્રીજો હતો. ભત્રીજો
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy