SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ [૯] કુટુંબ-પિતરાઈ-ભત્રીજા ૨૯૫ જવા તારે, તારી પાસે હોય નહીં તો. આપણે અહીંથી લઈ જજે, મારા કબાટમાંથી. સગા ભાઈનું મન આવું હોય એને શું કરવાનું?” પ્રશ્નકર્તા (શંકરભાઈ) : અરે, એક દહાડો મને કહેતા'તા ને કે ‘તારે એમ કહેવું કે હું રાવજીભાઈનો ભાઈ નહીં.” દાદાશ્રી : એવું હઉ કહેવું એમની આબરૂ જાય એટલા હારુ. આ શામળા દેખાય ને જરા, પેલા એમના ભાઈ ધોળા ગાય જેવા દેખાય. તે હું વટું પછી. મેં કહ્યું, “કઈ જાતના માણસ છો તે ? મોટા-મોટા ઑફિસર મારે ત્યાં આવે, તોય હું કહી દઉં કે આ મારા મામાના દીકરા અને તમને શરમ આવે છે ? સગા ભાઈ થાવ તોય શરમાવ છો ? કહી દેવું જોઈએ કે આ મારો સગો ભાઈ થાય એવું. શામળો હોય તે કાંઈ ગુનો કર્યો?' એ ચા લઈ આવે તોય હું કહું, સગાઈ તો ઓળખાવું કે “આ મારા મામાના દીકરા છે. તારે જે મારી કિંમત કરવી હોય તે કરજે.” હું તો સાચું કહી દઈશ, કહ્યું. પ્રશ્નકર્તા (શંકરભાઈ) : દાદા, પેલા પૈસા નહીંને એટલે. એ પૈસાવાળા શ્રીમંત માણસ અને અમે આ ગરીબ તેથી. દાદાશ્રી : પણ દાદા તો ખરા ને તમારી પાસે ? પ્રશ્નકર્તા (શંકરભાઈ) : એ તો છે જ ! દાદાશ્રી: તમારે કહેવું કે મારી પાસે દાદા છે. મારે આખી જિંદગી ઉપકાર ના ભૂલાય. પ્રશ્નકર્તા (શંકરભાઈ) : પણ અમારે દિલની શ્રીમંતાઈ હતી ને એમને દિલની ગરીબાઈ. દાદાશ્રી : એ કહે, “આ કામના નથી.” મેં કહ્યું, ‘આ તમે રૂપાળા એટલે તમે કામના, આ નહીં કામના.' અને એવું કહે, “આ તો પથ્થરો પાક્યો.” મેં કહ્યું, ‘નહોય પથ્થરો.” તે અત્યારે આવક કેટલી હશે બાર મહિને ? પ્રશ્નકર્તા : લગભગ ચાલીસ હજાર તો ખેતીની આવક હોય.
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy