SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ જ્ઞાની પુરુષ (ભાગ-૧) પ્રશ્નકર્તા : હા, હાથ નહીં ધરી શકીએ. માગવાની ખાનદાની ના પોસાય ! દાદાશ્રી: એટલે હુંય પસંદ કરતો હતો, ‘તું લઉ છું એ બરોબર છે” કહ્યું. માગવાની તારી ખાનદાની ના હોય એવી. સ્વાભાવિક હું સમજું છું કે માગવું અને મરવું બરોબર લાગે. ‘ભાઈ મને દસેક રૂપિયા આપજો” એવું ખંજવાળવાનું (માગવાનું) તારે ના હોય. આ કાઢી લીધું. અને ભાઈનું લીધું એ ગુનો નથી, મામાના દીકરા થાય ને ! પ્રશ્નકર્તા : હા, હા. દાદાશ્રી : ચોર કોનું નામ કહેવાય ? દસ ના લે, સાંઈઠેય લઈ લે. પ્રશ્નકર્તા: હા, ચોર એનું નામ કે આ બધાય લઈ લે. દાદાશ્રી : ત્રણસો પડેલા હોય તોય પણ એણે પાંચ જ લીધા. પ્રશ્નકર્તા : હા, એ જરૂર એટલા જ લીધા. દાદાશ્રી : હું સમજુંય ખરો કે આ લઈ ગયો. એ પાછો મારા સામું જુએ કે હમણે કહેશે, મને વઢશે કે “અલ્યા, તે હાથ ઘાલ્યો હતો ને !” મેં કહ્યું, “ના બા, હું કહુંએય નહીં.” પાછું એ ખાનદાન માણસને મૂંઝવું એ ખોટું દેખાય. ખાનદાન પાસે એક્સેપ્ટ કરાવવું એ તો ગુનો કહેવાય. એમાં એની આબરૂ રહી ને મારી આબરૂ રહી એટલે મારે તો એવું કહેવાય નહીં કે “તું આવું ના કાઢી લઈશ.” એમાં એની આબરૂ રહી, મારી આબરૂ રહી. એ મારી પાસે માગે એવા નહોય માગણિયાત આ તો. આ હાથ ના ધરે એવા બધા આ તો. મેં કોઈને વાત કરી સાધારણ, તો મને કહે, “એને કહી દેવું જોઈએ. ટેડકાવો જોઈએ એને. પાછો ચોરી કરતા શીખે છે.” મારા મામાનો છોકરો ચોર કહેવાય ? કઈ જાતના માણસો છો ? “એ તો છાનામાના કાઢી લે છે ને !' તો મેં કહ્યું, “શું ભીખ માગે મારી પાસે કે ભાઈ, મને વીસેક આપો.” આ તો ક્ષત્રિયપુત્ર છે. કેવો છે ? એ હાથ
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy