SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ [૮.૪] ભાભીના ઊંચા પ્રાકૃત ગુણો ૨૬૫ જ્ઞાન તમને આપવા જેવું નથી. જ્ઞાન તો તમને ફરી મળી આવશે આવું, તમારો ને મારો કૌટુંબિક સંબંધ થયો એ તો કંઈ જેવો તેવો નથી. તમે જે કરો છો એ બરાબર છે. તમારે તો જ્ઞાન જ છે ને ! તમારે શું કામ છે આ ?” એમ કહીને પાછા કાઢ્યા. કેટલું માણસ હતું સાથે અને એમના આધારે તો બહુ વળે. પ્રશ્નકર્તા : સાચી વાત છે. દાદાશ્રી : હું કહું, ‘તમારો ધર્મ બહુ સરસ છે.” એ એમની મેળે નમસ્કાર કર્યા કરે. એની મેળે પતે એવું હોય ને, તો આપણે એને અહીં ઘાલીએ નહીં. અહીં ક્યાં આગળ રાખીએ બધાને ? આ પાંચસોનું અહીં આગળ જમવાનું બનાવવાનું મુશ્કેલ પડે છે, તો પછી બધાનું શું થાય ? આપણે ટોળું વધારવા નથી આવ્યા. આપણે તો જેને દુઃખમુક્ત થવું હોય સંપૂર્ણ, તેને માટે છે આ બધું. પ્રશ્નકર્તા : બરાબર. દાદાશ્રી : એટલે આપણી ઈચ્છા જ નહીં એમને આ બાજુ લાવવાની. અંતે ભગવાન જાણી કરતા આરતી પ્રશ્નકર્તા: હવે તમારા ભાભી આવીને આપના દર્શન કરે ખરા? દાદાશ્રી : હા, પંદર-વીસ વર્ષથી કરે છે આમ બેસીને બધું. આમના જેવા કોઈ કહે કે “ભગવાન છે,” ત્યારે પાછા પગે લાગે. એ તો પહેલેથી પગે લાગે બધાને, દરરોજ. જ્યારે હોય ત્યારે નીચે બેસીને પગે લાગવાનું સાડલો પાથરીને. એટલે અમારે થોડુંઘણું ઋણાનુબંધ ઓછું થયું ને ત્યારે ! પણ હજુ છે. આમણે કહ્યું તો આરતી ઉતારે. ત્યાં ભાદરણ ઘેર જાઉ ત્યારે આરતી ઉતારે હઉં. પ્રશ્નકર્તા : બરાબર. દાદાશ્રી : આ નીરુબેન સમજણ પાડે ત્યારે આરતી કરે પાછા.
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy