SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૩ [૮.૪] ભાભીના ઊંચા પ્રાકૃત ગુણો પાવરફુલ બુદ્ધિથી પાડે શાસ્ત્રોની સમજણ દાદાશ્રી : અમારા ભાભી બહુ પાવરફુલ ! આમ બ્રેઈન બહુ ભારે હતું. એટલે આમ વાતચીત કરે ને, તે કેવી સુંદર ! આ બુદ્ધિ બધી વધેલી ને ! આપણી જોડે વાતચીત કરે ને, તે આપણી ભૂલચૂક ખોળી કાઢે. બુદ્ધિ એટલી બધી સરસ ! પુરુષોને પકડે, વકીલ જેવી બુદ્ધિ. પ્રશ્નકર્તા પણ ત્યાં ક્રમિકમાં તો બુદ્ધિની જ વધારે જરૂર છે ને? દાદાશ્રી : હા, એમની બુદ્ધિ જબરજસ્ત. હમણાં પચાસ-સો બૈરાઓ બેઠા હોય, તો તેઓ ઉપદેશ આપવા માંડે, તે સરસ ઉપદેશ આપે અને શાસ્ત્રો બધા સમજાવી શકે. કારણ કે એમને પહેલેથી શાસ્ત્રો ને બધું આવડે. પહેલેથી જ મગજ સારું ચાલે. અત્યારે ત્યાં અમારું નવું ઘર બાંધ્યું છે ને, ત્યાં પાંચ-પચાસ બૈરાં ભેગા બેસીને એ પોતે સત્સંગ કરે, બધાને સમજણ પાડે. સમજણ બધી બહુ, તે શાસ્ત્રો ને શાસ્ત્રો સમજણ પાડી દે. તે એ બધા પચાસ બૈરાંઓ એમની પાછળ ફરતા હોય. ત્યારે કંઈ જેવી તેવી વાત છે, સત્સંગ સમજ પાડવો તે ? મને કહે છે, “બધા મારે ત્યાં ભેગા થઈને આખી રાત ભક્તિ કરી.” મેં કહ્યું, સારું, કરો.” પ્રશ્નકર્તા : રોજ અમારે ત્યાંથીય જાય છે બધા. દાદાશ્રી : હા, બધા જાય છે. ઊલટું સારું થઈ ગયું. આ તો અમારું ધનભાગ્ય કહેવાય ! મને આનંદ થાય ને ! એમની કેટલીક વાત લોકોને સમજણ પડે તો સારું ને ! ખરી બઈ, બહુ સત્સંગી ! આખી જિંદગી ભક્તિ કરી, “મહારાજ, મહારાજ' કહે. એ ધર્મ જ એમનું રક્ષણ કર્યું અમારા ભાભીએ સ્વામીનારાયણ ધર્મ સારો પકડી રાખ્યો છે. વિધવા સ્ત્રી તેને માટે માર્ગ સારામાં સારો છે. કારણ કે આ ત્રીસ વર્ષ રાંડેલા, પણ જોને બિલકુલ ચારિત્ર ચોખ્યું. એટલે હું કહું ને કે આ ધર્મ સારો છે. એ ધર્મ જ એમનું રક્ષણ કર્યું.
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy