SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ [૮.૨] ભાભીને ઉપકારી ગયા ૨૪૭ પ્રશ્નકર્તા : હા, નિમિત્ત. દાદાશ્રી : વૈરાગ લાવનાર એ નિમિત્ત બન્યા, મારું તો જો કે બનવાનું તો આ જ હતું, પણ નિમિત્ત એ બન્યા. જ્યારે આ જ્ઞાન થયું ને ત્યારે ભાભીને મેં કહ્યું, ‘તમારા રૂડા પ્રતાપે મને જ્ઞાન થયું. તમે મને દુનિયા દેખાડી.” પ્રશ્નકર્તા : જય સચ્ચિદાનંદ. દાદાશ્રી : આ ભાભી મને મોક્ષે લઈ જશે, હેલ્પ કરશે આ. દાઝ લાગે ત્યારે મહીંથી તૈયારી થાય ને ? મેં કહ્યું, “આ ભાભીએ મને શિખવાડ્યું. વઢ્યા પણ શિખવાડ્યું બહુ.” પ્રશ્નકર્તા : દાદા, એમનો ઉપકાર. દાદાશ્રી : હા, માનવો તો પડે. અત્યારે એમનો ઉપકાર માનું છું, મને આ રસ્તે જવામાં હેલ્પ કરી. પ્રશ્નકર્તા: ભાભીએ તમને આ તરફ વાળ્યા. દાદાશ્રી : હા, અનંત અવતાર આ સંસાર) બાજુ હતો તે (મોક્ષ બાજુ) વાળ્યો. અહીં (સંસારમાં) શું કાઢવાનું છે ? તેથી અત્યારેય કહું છું, “ભગત બનાવ્યા ભાભીએ. એમનો ભાભીનો મોટામાં મોટો ગુણ માનવા જેવો છે.” અને ગુણ માનેલો એમનો ઠેઠ સુધી. તે આ તરફ વળવાને માટે વધુ કારણો મળ્યા. એમણે જ મને આ જ્ઞાની બનાવ્યો. ઓસ્ટ્રકશનથી થાય પ્રગતિના પ્રયાણ પ્રશ્નકર્તા: એટલે ભાભીએ તમને આધ્યાત્મિકતા તરફ વાળ્યા? દાદાશ્રી : નાનપણથી આધ્યાત્મિક તરફ વળેલો જ હતો સ્વભાવ અને તેમાં છે તે આ મારા ભાભી હતા ને, એમનું ઑસ્ટ્રકશન હતું. ઑસ્ટ્રકશનથી જ શક્તિઓ ઉત્પન્ન થાય, પણ મશીન હોર્સ પાવરવાળું
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy