SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ [૮.૨] ભાભીને ઉપકારી ગયા ૨૪૫ દાદાશ્રી : આમ છોડતા હશે એ ? મારી જોડે વેર બહુ ભારે હતું. પ્રશ્નકર્તા ઃ દાદા, એ શું કારણ હશે આમ ? દાદાશ્રી : ઋણાનુબંધ. પ્રશ્નકર્તા: એટલે ભાભી અપમાન કર્યા કરે ? દાદાશ્રી : હા, ભાભી બહુ અપમાન કરે. ભાભીએ તો તેલ કાઢી નાખ્યું'તું. ભઈ અપમાન કરતા હતા, એ તો જાણે મોટાભાઈ થાય એટલે આપણે એને એ ના કરીએ. પણ ભાભીએ આવ્યા ત્યારથી અપમાન આપ આપ કર્યું. અમારા ભાભીએ અમારો અહંકાર ઉતારી પાડ્યો'તો. પ્રશ્નકર્તા: એ વખતે આકરું લાગતું હશે, દાદા ? દાદાશ્રી : બહુ આકરું. લાગે દુશ્મન પણ સમજાય તો કામ રે મિત્રનું પ્રશ્નકર્તા : એમ બહુ આકરું, દાદા. દાદાશ્રી : મને એ જે દસકો વીત્યો છે તે કોઈનેય વીત્યો નહીં હોય. મને જે દસકો વીત્યો છે તે ભવોભવનું ભેગું કરે તોય તેની તોલે ન આવે તેવું ગજબનું વીત્યું છે. મારી આપવીતી તમારી કલ્પનામાં ન આવે. ભાભીએ દુઃખ દેવામાં કંઈ બાકી રાખ્યું નથી ! હવે એમનો દોષ નહીં પણ હિસાબ તો મારો જ ને ! આ જગતમાં કોઈની નોંધ કરવા જેવી નથી. પ્રશ્નકર્તા : પણ ઘણીવાર દુશ્મન પણ મિત્રનું કામ કરતા હોય છે. દાદાશ્રી : હંમેશાં મિત્ર જ હોય છે પણ સમજાતું નથી. એટલે કેટલીક મારી જ ભૂલ હશે એવું મને લાગે છે. પણ તે દહાડે તો ના જ લાગે ને ! તે દહાડે તો એમ જ લાગે ને કે આ ખોટા છે. તે દહાડે નાની ઉંમરમાં તો એમ જ લાગે ને, આ મને દુઃખ દે છે. તેથી હું કહેતો'તો કે નરસિંહ મહેતાને માથાના મળ્યા એવું મને આ મળ્યા !”
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy