SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની પુરુષ (ભાગ-૧) કિંમત ? સંડાસની આટલી બધી કિંમત વધી ગઈ ! ત્યારે મૂઆ, અહીંયે ટોળેટોળા ! મૂઆ, લોજમાં કિંમત વધી ગઈ હોય, અહીંયાય કિંમત વધી ગઈ ? અરે ! મને તો શરમ લાગે બળી ! ૨૩૦ ક્યૂમાં જમવામાંયે હું ના ઊભો રહું. એના કરતા એમ ને એમ, બળી તારી રોટલી તારે ઘેર રહેવા દે. થોડા ચણા ફાકી લઈશું. એ તો આપણે મોક્ષ આપતો હોય તો લાવ ઊભા રહીએ, રાત-દહાડો ઊભા રહીએ ક્યુમાં! આમાંયે ક્યૂ ! પ્રશ્નકર્તા : સોનાપુર (સ્મશાન)માંયે ક્યૂ લાગે છે. દાદાશ્રી : મરતી વખતેય પાછી ક્યૂ ? મારું હારુ કેટલું નીચપણું ! મેં તો અમદાવાદમાં સંડાસ જોયેલું ને આવું, તે કંટાળી ગયો કે આવું જંગલિયાતપણું ! આગળ લલ્લુભાઈ ઊભા હોય, પાછળ નગીન શેઠ ઊભા હોય. એની પાછળ નગીન શેઠના શેઠાણી ઊભા હોય. શેઠાણી-શેઠ તમે બેઉ છે તે સંડાસ માટે આવ્યા છો ? ને ક્યૂમાં ઊભા રહ્યા છો ? મૂઆ, કઈ જાતના ચક્કરો છો ? કેવી શરમ ભરેલી વાત છે, ક્યૂમાં ઊભું રહેવું પડે ! શરમ ભરેલું લાગે ! અમદાવાદના શેઠિયા મેં જોયેલા બધા. એની ઑફિસમાં બેઠા હોય ત્યારે લોક આમ આમ કરે (સલામ ભરે) અને ત્યાં ક્યૂમાં ઊભા રહ્યા હોય ડબ્બો લઈને ! મૂઆ, આ શરમ ભરેલું ના કહેવાય ? આ તો કંઈ સારું દેખાતું હશે ? એના કરતા બંધકોષ થઈ જશે તો જુલાબ માટે ફાકી લઈશું. અમારે તો કુદરતી રીતે યૂ ભેગી થયેલી તહીં અમને આ ના પોસાય. એ તો સામાન્ય જનતા કહેવાય, ક્યૂમાં ઊભા રહે તે. જેને પોતાનું સ્વમાન જેવું કશું નહીં, એ તો સામાન્ય જનતા કહેવાય ! ઘેટાં ને બકરાં જેમ લાઈનમાં ઊભા રાખ્યા હોય એમ લાઈનમાં આ ઘેટાં ઊભા રહે ! અમારે તો કુદરતી રીતે કોઈ દહાડો ક્યૂ ભેગી થયેલી નહીં ! આ તો કંઈ શોભે ? શું આમાં તે મોટો ત્રિલોકનો નાથ મહીં બેસે છે ?
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy