________________
૨૧૮
જ્ઞાની પુરુષ (ભાગ-૧)
માંગતા તા ફાવે તે જૂઠું બોલીને લીધા પૈસા હવે ત્યાં આગળ સ્ટેશન ઉપર ગયો, તે જયંતીભાઈ કરીને એક ઓળખાણવાળો મિત્ર મળ્યો. કહે છે, “કેમ, કંઈ જાય છે ? ભાદરણ જવું છે?” મેં કહ્યું, “ના ભઈ, મારે બીજી જગ્યાએ જવું છે. મારે અમદાવાદ જવું છે. ત્યારે ગજવું બદલાઈ ગયું હોય કે ગમે તે, કોટ નથી બદલાયો પણ પૈસા પેલા ગજવામાં રહી ગયા.' ત્યારે કહે, “કેટલા રૂપિયા જોઈએ છે? પાંચ રૂપિયા લઈ જાઓ.” ત્યારે મેં કહ્યું, “ના, પાંચ રૂપિયા નહીં. એકાદ રૂપિયો તારી પાસે હોય તો લાવ. મને જોઈએ ઉછીનો.” એની પાસેથી રૂપિયા ઉછીનો લીધો ભઈબંધ હતો એટલે, નહિતર તો ના મગાય. માગતા ના ફાવે. તે પણ ટૈડકાવીને લેતો હોય એ રીતે રૂપિયો મને આપો” એવું તેવું નહીં, “એકાદ રૂપિયો લાવ જોઈએ કહ્યું. એટલે પેલાએ રૂપિયો આપ્યો.
આમ તો હું લઉં નહીં કોઈની પાસે, લેવાની તો આદત જ નહીં. હાથ ધરવો ને મરવું બે સરખું લાગે. નર્યું જૂઠું બોલ્યો પણ સાચું બોલીને તો માગું જ નહીં. અમે ક્ષત્રિયો લોકો, મગાય નહીં અમારાથી. કોઈની પાસે માગતો હોય તોય મગાય નહીં. માગતાય ના આવડે બળ્યું. મેં તમને રૂપિયા આપ્યા હોય ઉછીના, તેય મને માગતા કોઈ દહાડો આવડ્યું નથી અને હું મોટી અડચણમાં રહ્યા કરું. એટલે આવી રીતે ટેવાયેલો માણસ છું હું.
પણ મારી પરિસ્થિતિ આવી થઈ'તી. આખી જિંદગીમાં, આટલી લાઈફમાં, મને તે દહાડે સહેજ મનમાં એ લાગેલું. કો'કની પાસે માગવો પડે એક રૂપિયો ? આ રીત છે? નહીં તો મેં નક્કી કરેલું કે આ હાથ ધરવા માટે નથી. આપેલું ખરું, પણ આ હાથ ધરવા માટે નથી. આપવા માટેય અહંકારથી નહીં આપવાનું. એનો હાથ ધરવા માટે નથી, પણ તે મૂંઝામણ ઝેરવી શકતો નથી ને હું ઝેરવી શકું છું.
જ્ઞાત પછી ત રહો એ અહંકાર જો કે આ બધી મારા જ્ઞાન પહેલાંની વાત છે. પછી તો જ્ઞાની થઈ