SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ [૮.૧] ભાભી સાથે કર્મોનો હિસાબ ૨૦૫ પાડી છે. મારું નામ રાખવા માટે, હું કંઈ છોડવાનો નથી. તું ના પાડીશ તો હું તો મારા અંબાલાલને પૈણાવી દઈશ.” પ્રશ્નકર્તા: અંબાલાલને પૈણાવી દઈશ? દાદાશ્રી : હા, આમ બોલેલા. પ્રશ્નકર્તા : તે દહાડે જીભની કિંમતને ! દાદાશ્રી : એ ખુમારી જુદી હતી. પ્રશ્નકર્તા: હા, તમને પૈણાવી દેત દિવાળીબા જોડે. દાદાશ્રી : હા, પૈણાવી દેત. પ્રશ્નકર્તા : તમે નાના હતા તોય ? દાદાશ્રી : એ પૈણાવી દેત. એ તો ઝવેરબાય પાછા મૂળજીભાઈથી બે વર્ષ મોટા હતા. પહેલાં એવું હતું. તે વાઈફ મોટા સારા ઊલટા, વહીવટ સારો ચલાવે. પ્રશ્નકર્તા : વહીવટ સારો ચલાવે એમનો. દાદાશ્રી : આ ભાઈ તો મારાથી વીસ વર્ષ મોટા અને ભાભીથી ઓગણીસ વર્ષ મોટા, બીજી વખત લગ્ન થયા એટલે. પ્રશ્નકર્તા : એટલે તમારી ઉંમરના ભાભી હશે ? દાદાશ્રી : હા, મારી ઉંમરના, હું ને એ બે સરખા. ભાઈને લીધે મહારાણી જેવો રોફ તે જોયેલા? પ્રશ્નકર્તા: હા, દાદા. આમ દેખાવમાં પ્રભાવશાળી લાગે. દાદાશ્રી : બહુ પ્રભાવશાળી એ તો. દેખાવડા બહુ હતા. બાએ એવા રૂપાળા, બહુ રૂપાળા. આખું ચોકઠું જ રૂપાળું. આ દિવાળીબા બહુ રૂપાળા
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy