SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ [૭] મોટાભાઈ છું પૂર્વભવતો યોગી' બોલ્યા છેલ્લા ચોવીસ કલાક મરતી વખતેય બે દહાડાથી બોલ-બોલ કરતા'તા મોટાભાઈ, શું કહેતા'તા ? મરતી વખતે કહે છે, “હું છું પૂર્વભવનો યોગી, કંઈ પાપબળે હું આવ્યો.” ચોવીસ કલાક એટલું જ બોલ-બોલ કરે, બીજું કશું બોલતા જ નહોતા. એટલે યોગી પુરુષ, શીલવાન પુરુષ કહેવાય ! આ તો. મરતી વખતેય પણ એવા જ તેજસ્વી ને દેખાવડા દેખાતા હતા. મને તો લાગતું કે આ કોઈ યોગી પુરુષ હશે ! પ્રશ્નકર્તા હશે જ ને ! દાદાશ્રી : યોગી જ હતા, મેં જોયેલા હતા. પહેલેથી બહુ જાતના માણસો જોયેલા, તે દરેકમાં શું વિશેષતા છે તે હું માર્ક કરતો. અને અમારા મોટાભાઈ તો સારા માણસ હતા, મહાન યોગી પુરુષ ! તે યોગી પુરુષ એટલે કેવા ? ધારે એવું કરી શકે એટલું બધું સ્ટ્રોંગ માઈન્ડ ! અને “કેવા સ્ટ્રોંગ માણસ તે !” એક દહાડો કહે છે, “મારે હવે દૂધ પર રહેવું છે.” તો છ મહિના દૂધ ઉપર રહેલા. એક દહાડો નક્કી કરે કે “અમારે તો આ ભાજી પર રહેવું છે, તો છ મહિના ભાજી પર રહે. કશુંય હાલે નહીં.” એવા સ્ટ્રોંગ માણસ તો આપણે જોયેલા નહીં. હું તો સ્ટ્રોંગ આમાં હતો જ નહીં. એવા સ્ટ્રોંગ માણસ ! એ તો વટવાળા. છ-છ મહિના સુધી કહે, આ ગળપણ નહીં લેવાનું. ત્યારે કહે, તેમ. છ મહિના સુધી દૂધ ઉપર તો કહે, તેમ ! કંટ્રોલર માણસ. દિવાળીબાએ કોઈ દહાડો ભાત કે એવું વધારીને નહીં ખાધેલું. અમારા મણિભાઈનો સ્વભાવ બહુ આકરો, તે બધું ચોખ્ખું ખાવા જોઈએ. આવું સાયન્ટિફિક રીતે જીવતા તોય એ પચાસ વર્ષે મરી ગયા, દિવાળીબા ત્રીસ વર્ષના હતા તે ઘડીએ.
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy