SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ [૭] મોટાભાઈ ૧૯૧ વીંછીતે મારે તેથી વધારે કરડે મોટાભાઈને એમની ખોપરી બહુ ભયંકર, કંઈ રાજવંશી ખોપરી જબરજસ્ત ! આ જુદી જાતના માણસ, આપણને પોસાય નહીં. વીંછીનેય મારી નાખે, લ્યો અને પછી એ બાંધે ઉપર. કોણે આવું જ્ઞાન આપ્યું હશે ? ત્યારે મેં એમને સમજણ પાડી કે આ મને, બાને ને આ હીરાબાને-અમને ત્રણને વીંછી કૈડતો નથી, તમને બેને (મોટાભાઈ અને ભાભીને) કૈડે છે. તમે બે જ વીંછીને મારો છો. ત્યારે કહે, ‘તું ભગતડો છું, તું બેસ અહીં. મારે તારી વાત સાંભળવી નથી.” તે માર માર જ કરે આવું. અને અમને તો વીંછી મારવાનો ક્યારેય વિચાર સરખોય નહોતો આવતો. તે દહાડે તો વડોદરામાં ઠેર ઠેર વીંછી કરડતા'તા. તે ૧૯૩૮૩૯ની સાલ સુધી વીંછી કરડતા'તા, પછી ખલાસ. આ પેલા હિટલરે મંથન કર્યું ને, ત્યાર પછીનો કાળ કંઈ ઓર જ જાતનો ફેરફાર થઈ ગયો ! એ વલોવ્યું તે બધો ફેરફાર થઈ ગયો, નહીં તો પાર વગરના વીંછી ! તે બહુ કરડે, એ બેય જણને. પણ મને તો વીંછી-બીંછી કોઈ દહાડો કરડેલા નહીં. પણ અમારા મણિભાઈને દર મહિને વીંછી કરડતો, ખોળી કાઢીને એમને કરડે. મને ન પોસાય હિંસા, મોટાભાઈથી જુદો એ પક્ષમાં આ એક માંકણને મારવા હારુ ચાર દીવાસળી સળગાવે અને એને સતી કરાવડાવે. મને તો આ પોસાય જ નહીં ને ! હું આ પક્ષમાં જુદો હોઉં, હિંસા પક્ષમાં બિલકુલ જુદો. હિંસા પક્ષ માટે પોસાય નહીં, આ માર-તોફાન ! પણ આવા આવા તોફાન બધા જોયેલા મેં. આ તો સંસારમાંથી કેમ છૂટવું? પણ આ પુણ્યેય સારી તે છૂટી ગયો, નહીં તો ના છૂટાય. શી રીતે છૂટાય ? પણ આ બાના સંસ્કારને ! બા બહુ સંસ્કારી ! હા, તેથી બધાય લોક કહેતા'તા બાને, “અરે બા, તમે તો દેવી જેવા, આ મોટો તો રાક્ષસ જેવો જ છે અને બીજો નાનો સંત જેવો છે. એક ભાઈ કેવો, બીજો ભાઈ કેવો !” આ બેઉનું જુદી જાતનું છે બધું, એવું હઉ કહેતા'તા.
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy