SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ [૭] મોટાભાઈ ૧૭૯ બહુ, કૂદાકૂદ બહુ, આવું આ. પણ પાણીદાર કેટલા તે ! એ ક્ષત્રિયોનું લોહી એવું. પૂર્વતી પુણ્યના લીધે લોકો રાજાની જેમ રાખે પ્રશ્નકર્તા : પહેલેથી નિયમ હતો ને એમનો ? દાદાશ્રી : એમને લોક ‘મિયાંપણી બહુ છે” કહેતા હતા. મિયાંપણી કેમ કહે ? બાદશાહી હોય તો મિયાંપણી ના કહે. આ તો ઘેર બાદશાહી નહીં. પ્રશ્નકર્તા : બાદશાહી નહીં એટલે એને મિયાંપણી કહે ? દાદાશ્રી : ત્યારે બીજું શું કહે ? બહુ મિયાંપણી, પણ મોઢે કહી જુઓ જોઈએ ! પ્રશ્નકર્તા: મોઢે ના કહે. આપના મોટાભાઈની જે વાત કરી, એ ગયા જન્મની સંચિત પુણ્યના હિસાબે એ મિયાંપણી રાખતા હતા ને? દાદાશ્રી : શેના હિસાબે ? પ્રશ્નકર્તા : એ મોટાભાઈ જ્યાં એમ કહે કે “હું બહાર નહીં જમું ને હું અંદર જમીશ” પણ એ એમની પુણ્ય હશે ત્યારે જ એ પ્રમાણે લોકો વર્તતા હતા ને? દાદાશ્રી : જબરજસ્ત પુણ્ય, રાજા જેવા રાખતા હતા. આજે નથી હાથ પર, પણ પહેલાનું કંઈ હશે ! પ્રશ્નકર્તા: પહેલાંનું હશે. દાદાશ્રી : બહુ મોટી પુણ્ય કહેવાય, તમારી વાત સાચી છે. પુણ્ય વગર તો લોક બોલાવે ? કોઈ જમવા ન બોલાવે. બહાર જમવા ના બોલાવે ને ! બહાર બેસીએ તોય ના બોલાવે. આ તો શું કહે ? ‘બહાર નહીં, અંદર ઘરમાં બેસાડીશું.” અને લોકોએ બેસાડેલા. મેં જોયેલા, મને હઉ બેસાડે.
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy