SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ [૭] મોટાભાઈ ૧૭૩ પૂર્વભવતા યોગી તે જબરજસ્ત “ઓ' પડે પ્રશ્નકર્તા તમને મણિભાઈની બહુ બીક લાગતી, દાદા ? દાદાશ્રી : બહુ, સિંહ બેઠેલો હોય તો જઉ પણ આ મહીં બેઠેલા હોય તો ના જવાય. મને તો એમને જોતા જ પસીનો થઈ જતો'તો. એમને જોતા જ ગભરામણ થઈ જાય. મગજ બહુ કડક ને પ્રભાવશાળી, તે મને હઉ આમ આમ થાય, ફટાકા મારે. એમને જોતા જ બીક લાગે. પ્રશ્નકર્તા : શેની બીક લાગે, દાદા ? દાદાશ્રી : એ આંખ જ એવી હતી એમની, તે મને બહુ બીક લાગતી’તી. મને બહુ બીક લાગે, એમની જોડે રહેવામાંય. એ આંખ જ જુદી જાતની ! તે લોક એથી જ ભડકે ને ! અને આમ એમનું મોટું જ દેખે તો ભવ્ય, પણ મોટું જોતા જ ભડકાટ થઈ જાય ! પ્રશ્નકર્તા : પણ મોટાભાઈનો ડર કેમ ? દાદાશ્રી : બહુ ડર, એ મોટાભાઈનો મને ડર એ પેલું હું નાનો હતો તેથી ડરતો'તો એવું નહીં, પણ મારા મોટાભાઈ જ્યારે બહાર નીકળતા હતા ત્યારે આ જોગીદાસની આખી પોળ ભડકતી હતી અને સરકારી ઑફિસમાં જતા ત્યારે આખી ઑફિસ ભડકતી હતી. કારણ કે એમની પર્સનાલિટી એવી. બહાર નીકળે તો જાણે સિંહ બહાર નીકળ્યો એવું દેખાય પેલાને ! આંખ જ એવી દેખાય. કારણ કે એવું શીલેય ખરું, મહીં અમુક પ્રકારનું. પણ જે શીલ હશે તે પૂરું હોત તો આ જુદી જ જાતના માણસ હોત ! પ્રશ્નકર્તા : પણ જે કાલે આપણે વાત કરતા હતા એ શીલવાન એમને કહેવાય ને ? તમે જે કીધું કે શીલવાન જો આવે તો સાપ સુદ્ધા ઉપર ચડી જાય. દાદાશ્રી : ના, પણ એ એવા શીલવાન નહીં. એ તો અહીં (વડોદરા) આવીને પછી શીલ બધું લિકેજ થયેલું, પણ કંઈક રહેલું. પ્રભાવ જ એવો, ભલભલા ઠાકોરનેય પ્રભાવ ના હોય એવો આ (એમની) પ્રભાવ અને વાણીય એવી. અને “ઓ” (પ્રભાવ) એટલો બધો પડે. પ્રભાવ મોઢા
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy