SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ જ્ઞાની પુરુષ (ભાગ-૧) આ હવે શું કામનું ? હવે આ અત્યારે જતી વખતે, ગાડીમાંથી ઉતરતી વખતે આપણે કહીએ, “કેમ છો ? મજામાં છો, તબિયત સારી છે ?” તો મૂઓ, ઊલટો પોટલું મારે ! અલ્યા મૂઆ, ઊતરવા તો દે નિરાંતે. ત્યારે હવે એને ખબર કંઈની પૂછે છે ? આ તો હું મારા ફાધરની હકીકત કહું છું. હું તો વીસ વર્ષનો હતો ને, સમજી ગયો. મેં કહ્યું, “આ મહીં અત્યારે ભડકાટ થાય ને નકામો અવાજ થાય. આ લોકો કઈ જાતના છે તે ? મહીં ભડકાટ શું કામ કરો છો ? બળ્યું. એને જીવવા દો ને સારી રીતે ! મહીં એ ઢમઢોલ વધારે પડતું) થાય બિચારાને !” હવે તે ઘડીએ ‘રામ, રામ' કરે શું દહાડો વળે? આ વગરકામના તે ઘડીએ “જય જિનેન્દ્ર બોલો, ‘જય જિનેન્દ્ર.' અલ્યા મૂઆ, શું કામ બોલ બોલ કરો છો આ ટાઈમે ? સાજા હતા તે ઘડીએ બેસવા ના દીધા ઠેકાણે ! ત્યારે કહે, “ખાંડ લઈ આવો, આ લઈ આવો.” છેલ્લે ટાઈમ આવે આખા જીવનનું સરવૈયું પ્રશ્નકર્તા : દાદા, આ છેલ્લા કલાકમાં અમુક આ તિબેટના લામાઓ અમુક ક્રિયાઓ કરાવે છે. જ્યારે માણસ મરણ પથારીએ હોય છે, ત્યારે લામાઓમાં એમ કહે છે કે એ લોકો એના આત્માને તું આવી રીતે જા, અથવા તો આપણામાં જે ગીતાના પાઠ કરાવે છે કે કોઈ સારા શબ્દો એને કહેવા. એનાથી એની પર છેલ્લા કલાકમાં કંઈ અસર થાય ખરી ? દાદાશ્રી : કશું વળે નહીં. તમે બાર મહિનાના ચોપડા લખો છો, તે ધનતેરસથી તમે નફો માંડ માંડ કરો અને આખા વરસની ખોટ કાઢી નાખો તો ચાલે ? પ્રશ્નકર્તા ના ચાલે. દાદાશ્રી : કેમ એમ ? પ્રશ્નકર્તા : એ તો આખા વર્ષનું જ આવે ને !
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy