SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની પુરુષ (ભાગ-૧) આગલે દહાડે મોટાભાઈ આવેલા. પણ જેને ખભે નનામી ચઢવાની હોય, હિસાબ હોય તે ચૂકવાય છે. ૧૬૬ તે અહીં મારા ખભા ઉપર જવાના હતા, તે એ રીતે ગયા. અમારા ઋણાનુબંધ પૂરા કર્યા. લોકો પછી કહે કે ભઈ, આને ખભે જ ચડવાનું લખેલું. તે ચડીને ગયા એના ખભે, મણિભાઈને ખભે નહીં, એવું લોક ખોળી કાઢે બધું. બધાને હજી ફાધર છે, મારે કેમ નહીં ? હું વીસ વર્ષનો થયો, ત્યારે ફાધર ઓફ થઈ ગયા. ત્યારે મને સમજાયું કે મેં શો દગો કર્યો'તો, તેથી આ ફાધર ઓફ થઈ ગયા. તે તરત ખબર પડી ગઈ મને. અને મધર નિરાંતે પચાસેક વર્ષ સુધી રહ્યા. એટલે આ દગા ને ફટકાને લીધે આ બધું. તે આ દગા-ફટકા છોડી દેવાની જરૂર છે હવે બધી. બધે આ જ્યાં જ્યાં આવું બનેલું ને, ત્યાં બધે કુદરતને ત્યાં નોંધ હોય. તે મને તરત ખબર પડી કે આનું શું ? લોકોને તો પચાસ-પચાસ વર્ષના થયે પણ ફાધર હોય છે ને મારે શું છે ? પણ એ ગુના કરેલા. પ્રશ્નકર્તા : ફાધર ઓફ થઈ ગયેલા એમાં શું ગુનો હોય ? દાદાશ્રી : એ દગા-ફટકા જ કરેલા ને ! એટલે એ પિતૃભાવના દગા-ફટકા કરેલા ને દગા-ફટકાનું પરિણામ મળ્યું. અને માતૃભાવમાં એવું નહીં કરેલું, તે માતૃભાવ રહ્યો. ચાલો હવે, વાત નવી નીકળી. આ મારા ફાધરની વાત નીકળી. એય મેં હિસાબ કાઢ્યો'તો. મેં કહ્યું, ‘વીસ વર્ષે આ બધાના ફાધર છે ને મારે કેમ નહીં ?” ના હોવા જોઈએ બળ્યું, ફાધર ? વ્યવહાર તો સારો જોઈએ ને, આખો ? મા-બાપતી સેવા એ પ્રત્યક્ષ-રોકડું પ્રશ્નકર્તા : આપ પહોંચ્યા ને ચાર કલાકમાં જ ફાધર ગયા, તે આપની સેવા ના લીધી ?
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy