SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ [૧] ફાધર રાજેશ્રી માણસ ને સરળ જીવન પ્રશ્નકર્તા : માતાની સાથે પિતાના સંસ્કાર કેવા હતા ? પિતાજી શું કરતા'તા? દાદાશ્રી : એ તો રાજેશ્રી માણસ. ત્યાં અમારી જમીન હતી, ત્યાં ઘોડો રાખતા'તા ને ! ફેટો પહેરે ને, તે રાજકુમાર જેવા દેખાય. ફાધરે ઈઝી લાઈફ (સરળ જિંદગી) જ ગોઠવેલી હતી. કશું ધંધો કરે નહીં, કારણ સાધારણ ચાલ્યા કરે ઘરની આવકથી. પ્રશ્નકર્તા : ખેતીવાડી હતી ? દાદાશ્રી : ખેતીવાડીની આવકથી ચાલ્યા કરે. લાંબું નહીં પાછું, તેય કુટુંબ ચાલે એટલું જ. પ્રશ્નકર્તા : બરોબર. દાદાશ્રી : સરળ રીતે. પિતાજીને લાગ્યું કે જુદો જ છે આ છોકરો પ્રશ્નકર્તા : ફાધરની સાથેના પ્રસંગો જણાવો ને ! દાદાશ્રી : મારા ફાધરે મને કહ્યું કે “કંઈક કસરત કરવી જોઈએ,
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy