SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ એમની જન્મ તારીખ સાતમી નવેમ્બર ૧૯૦૮ અને આમ વિક્રમ સંવત ૧૯૬૫, કારતક સુદ ચૌદસ. પોતે ભાદરણ ગામના, ભાદરણ ચરોતરી પટેલોના છ ગામમાં ગણાય. એટલે ટૉપ ક્લાસના ચરોતરના ગામોમાં એની ગણતરી થાય. ખુદ કૃપાળુદેવે પણ કહ્યું હતું કે અમારો જન્મ ચરોતરમાં થયો હોત તો વધુ લોકોનું કલ્યાણ થાત. ભાદરણના પાટીદારો મૂળ અડાલજ ગામથી આવેલા. એટલે દાદાજી કહેતા, “અમે છ ગામવાળા એ બધા મૂળ અડાલજના છીએ.” એમનો સંસ્કારી કુટુંબમાં જન્મ થયો. એમાં મધર જાતવાન, મુલાયમ હૃદયવાળા, દયાળુ, લાગણીવાળો સ્વભાવ, ઊંચી સમજણવાળા. ફાધર, કુળવાન, બ્રોડ વિઝનવાળા, કોઈ ડાઘ-ચોરી-લુચ્ચાઈ જોવા ન મળે તેવા. ફાધર-મધર યૉરિટીવાળા અને હંમેશાં લોકોને કેમ હેલ્પ થાય, એવું જીવન એમનું. એ સંસ્કાર બાળ અંબાલાલને મળેલા. એમના વખતમાં કહેવાતું કે આવા મધર કો'ક કાળમાં જ હોય. એટલે ફેમિલી સારું, મધર બહુ સંસ્કારી ! ખાનદાન પાટીદાર કુટુંબમાં તે જમાનામાં પૈઠણ (દહેજ) સારી મળતી. કુટુંબ ઊંચું પણ મિલકત મોટી નહોતી, ખાનદાનીની જ કિંમત. સાડા છ વીઘા મોસાળમાં, દસ વીઘા ભાદરણમાં આટલી મિલકત હતી. લોકો દાદાજીને પૂછતા કે ‘પુણ્ય એવું હોય તો ઊંચી જગ્યાએ જન્મ થાય, જ્યાં બંગલા બધું તૈયાર હોય તો આપનો જન્મ એવી વૈભવવાળી જગ્યાએ કેમ ના થયો ?” દાદાશ્રી કહે છે કે ‘પાછલા અવતારોમાં એ વૈભવ જોઈને જ આવેલો છું. મને તો ભૌતિક વૈભવ પહેલેથી જ જરાય ગમતો જ નહીં. વૈભવવાળી ચીજ આવે તે પહેલેથી જ ગમતી નહોતી.” આ એક એમની વિશેષતા હતી નાનપણથી જ. સામાન્ય રીતે નાના બાળકોને સુખ, અનુકૂળતા, વૈભવ, મોજમજા ગમે પણ બાળ અંબાલાલને આ બધું નહોતું ગમતું. તેથી હંમેશાં કહેતા કે “આ જગતને જોવામાં, ઑક્ઝર્વેશનમાં મારું જીવન ગયું છે. મને કંઈ 20
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy