SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ [૫.૨] પૂર્વેના સંસ્કાર થયા જાગ્રત, માતા થકી ખાનદાન મેં તો મારી જિંદગીમાં જોયા, તે મને થયું કે એ આવું બોલે. જે મને એમ કહેતા હતા કે કોઈ ઢેખાળો મારે તો માર ખાઈને આવજે પણ મારીને ન આવીશ, એ પણ આવું બોલે છે ? એમની પણ આટલી બધી હીનતા આવી ગઈ છે ! એનું કારણ શું ? એમને આવો વિચાર આવ્યો ! થાક્યા હતા તે ફરી મહેતતની ઉપાધિ પછી મેં તપાસ કરી કે એ શા હારુ બોલ્યા એવું ? કે હવે થાક્યા તો છે, તે બાને બિચારાને કામ ન થાય પણ એમના મનમાં એમ કે અમારી વહુને ખાવાનું બનાવવું પડશે, કેટલી મુસીબત ! એટલે બિચારા એ બોલ્યા. ૧૪૧ આજે સવારથી કામમાં આખો દહાડો થાક્યા હતા અને પાછું આ હારુ કરવું પડશે આનું. કારણ કે એવા સંજોગોમાં એ આવ્યા હતા કે બિચારા થાક્યા હોય તે અને પાછું હવે આ બનાવવાનું થશે. એટલે એમના મનમાં ગૂંચાયા. અને હું પણ જાણું કે બા ને હીરાબા થાકી ગયેલા, હું જાણી ગયો, તે આ હવે કરશે કોણ ? તે મેં કહ્યું કે તમારાથી ના થાય તો હું કરીશ. અને એમને મદદ તો કરવા લાગવું પડે ને બિચારાને ! સમયના આધારે આપણે સમજી જઈએ ને, કે હવે અત્યારે આવ્યા છે. એટલે પછી બાના મનમાં થયું કે ‘અત્યારે તો આ દાળેય નથી, કશું નથી, વહેલા આવ્યા હોત તો, આપણા જમતા પહેલાં આવ્યા હોત તો દાળ આઘીપાછી કરીને, થોડી ઓછી લઈને પણ આપણે ભેગે-ભેગું બધું ઉકેલ લાવી નાખત.’ આ દાળ થોડી હોત તો ભાત મૂકી દેત. બીજું આ તો દાળેય કરવી પડશે. અત્યારે દાળ ખલાસ થઈ ગઈ છે અને પાછો બપોરે જરા સૂવાનો વખત થયો ત્યા૨ હોરો આ આવ્યા. હવે ફરી દાળ કરીશું ક્યારે ? દસ વાગે આવ્યા હોત તો ના બોલત. અત્યારે આ ફરી કરવું પડે ને, તેની ઉપાધિ મનમાં. એટલે શું કે ચોખા-દાળની પડેલી નહીં પણ મહેનતની પડેલી. એટલે હું મનમાં સમજી ગયો કે આ લોકોને આ મહેનત ફાવતી નથી. શરીરમાં નબળાઈ થઈ ગઈ છે. કોઈ દહાડોય આવું ના બોલે એવા
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy