SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ [૫.૨] પૂર્વેના સંસ્કાર થયા જાગ્રત, માતા થકી ૧૩૭ પ્રશ્નકર્તા: ના જમે. દાદાશ્રી : એ જાણે કે હૉટલ નીકળી ગઈ. ક્ષત્રિય ગુણ અમારો આ ! આ ગુણ અમને બહુ હેલ્પફુલ થાય. આ અહંકાર કઠણ હોય, ઢીલો ના પડી જાય. એવા પ્રયોગ મેં કરેલા. તે જાગતા કરડવા દીધા, તેથી તો આ જ્ઞાન પ્રગટ થયું છે ! આ તો સહેજેય પેટનું પાણી ના હલે એવું અજાયબ જ્ઞાન છે ! ચૂકવી દ્યો હિસાબ, પછી ત ડે માંકણ પ્રશ્નકર્તા: દાદા, અમારી ધીરજ તો ખૂટી જાય કે ક્યારે આ માંકણ કરડવાનો અંત આવશે ? દાદાશ્રી : એ તો ખોટી ભ્રમણા છે. એય એનો હિસાબ પૂરો થાય છે, માંકણનોય હિસાબ પૂરો થાય છે. જો તમે હિસાબ ચૂકતે કરવા દો ને, તો હિસાબ પૂરો થયા પછી માંકણ તમને અડે જ નહીં. તમને માંકણવાળી પથારીમાં સૂવાડે તોય અડે નહીં તમને. આ જગતનો ન્યાય જ એવો. નથી ન્યાય ? આ જગત ન્યાય સ્વરૂપ છે બિલકુલ. તમને અડે જ નહીં પછી, મચ્છર-બચ્છર કશું તમને ના અડે. પેલા મચ્છરદાનીવાળા બાંધને ત્યાં ફર્યા કરે. તમે ઓપનમાં સૂઈ જાવ પણ તમને ના અડે, હિસાબ ચૂકતે થઈ ગયો પછી. આ તો લોક ધકેલ ધકેલ કરે છે ને હિસાબ ચૂકતે થવા દેતા નથી. પણ વાતેય ખરી. જ્યાં સુધી નબળાઈ હોય ત્યાં સુધી મચ્છરદાની બાંધીને સૂઈ જાવ. પ્રશ્નકર્તા : મારવા કરતા સારું ને ? દાદાશ્રી એમાં નબળાઈ હોય તો. કો'ક દહાડો ધીમે ધીમે ઓછું થઈ જશે. પણ આપણો ભાવ એવો રાખવો કે નથી મારવા. માંકણને કાઢો, પણ મારો નહીં પ્રશ્નકર્તા: એવું મચ્છરનું. હવે એને આપણે પેલી મચ્છરદાનીઓ નાખીને એ કરીએ છીએ કે એ આપણને ના કરડે ને નિરાંતે જરા આરામ લેવા દે.
SR No.034045
Book TitleGnani Purush Ppart 01
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2018
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy